Connect Gujarat
રાજકોટ 

બાબા બાગેશ્વરના આગમન પૂર્વે રાજકોટમાં તડામાર તૈયારીઓ, ઠેર ઠેર બેનરો લાગ્યા...

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર આગામી તા. 1 અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાનો છે

બાબા બાગેશ્વરના આગમન પૂર્વે રાજકોટમાં તડામાર તૈયારીઓ, ઠેર ઠેર બેનરો લાગ્યા...
X

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર આગામી તા. 1 અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાનો છે, ત્યારે બાબા બાગેશ્વરના આગમન પૂર્વે રાજકોટમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગઈકાલથી ગુજરાતમાં ધામા નાખ્યા છે. આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે. આગામી તા. 1 અને 2 જૂનના રોજ બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે, ત્યારે રાજકોટ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેરના રાજમાર્ગો પર અલગ અલગ સામાજિક સંગઠનો દ્વારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને આવકારવા માટે બેનરો લગાડવામાં આવ્યા છે. જેમાં રાજકોટના રાજકીય, સામાજિક ઔદ્યોગિક અને વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ બેનરો લગાવ્યા છે. રાજકોટમાં રેસકોર્સ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને તૈયારીઓ પુજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ, રાજકોટ શહેરના રાજમાર્ગો પરથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાબા બાગેશ્વરનો ખૂબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Next Story