રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આ લાગવાની ઘટનામાં એટલી ભયંકર હતી કે, તેમાં 32 લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 32 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. 32 લોકોના મોતથી સમગ્ર રાજકોટ શહેર હિબડે ચડ્યું છે. શહેરમાં સન્નાટો ફેલાઈ ગયો છે. રાજકોટ સિવિલમાં એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 32 મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.
માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. DNA ટેસ્ટ બાદ જ મૃતદેહોની ઓળખ થશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.
આગની એટલી ભીષણ છે કે, તેને કાબુમાં લેવા મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. આ ઉપરાંત ઘાયલોને સારવાર માટે લઈ જવા 15થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તૈનાત કરાઈ હતી. ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુનો આંકડો 32 પર પહોંચી ગયો છે.
રાજકોટ કલેક્ટર અને અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. એક બાદ એક મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. 32 લોકોના મોત થતા સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે.