/connect-gujarat/media/media_files/2025/12/05/rajkumar-jat-death-case-2025-12-05-18-24-19.jpg)
ગત 9 માર્ચે, 2025ના રોજ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો.
આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે રાજકુમાર જાટના મોત કેસમાં તેના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માગ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટમાં મંજૂરી માગી હતી. આ માટે ગણેશે પણ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી હતી. હવે કોર્ટે આ મંજૂરીને ગ્રાહ્ય રાખતા ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/05/rajkumar-jat-2025-12-05-18-24-10.png)
સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી કરી રહ્યાં છે. પોલીસે ગણેશ સહિત 10થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. પોલીસે ગણેશ ગોંડલ સહિત 10થી વધુ લોકોના સુરેન્દ્રનગર ખાતે નિવેદન નોંધ્યા છે.