રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડમાં હાઈકોર્ટે ત્રણ આરોપીના જામીન કર્યા મંજૂર

TRP ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો.

New Update

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે આરોપી ત્રણ સરકારી કર્મચારીઓના જામીન મંજૂર કર્યા છે.હાઈકોર્ટે ATP રાજેશ મકવાણા અને રાજકોટ મનપાના પૂર્વ ATP ગૌતમ જોષીના જામીન મંજૂર કર્યા છે. જો કેઆરોપી મનસુખ સાગઠિયાઇલેશ ખેરએન્જિનિયર જયદીપ ચૌધરીજમીન માલિક આરોપી અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા છે.

Advertisment

સત્તાધીશો અને TRP ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો.TRP  ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે પોલીસે ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહપ્રકાશ સોલંકી સહિત શખ્સો વિરુદ્ધમાં IPCની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Latest Stories