Connect Gujarat
રાજકોટ 

ચકચારી સૃષ્ટિ રૈયાણી કેસમાં હત્યારો જયેશ લટકશે ફાંસીના માચડે, જેતપુર સેસન્સ કોર્ટે આપ્યો ચુકાદો

સૃષ્ટિ રૈયાણીના એકતરફી પ્રેમમાં પાગલ આરોપી જયેશે છરીના 36 ઘા ઝીંકી બેરહેમીથી તેની હત્યા કરી હતી

ચકચારી સૃષ્ટિ રૈયાણી કેસમાં હત્યારો જયેશ લટકશે ફાંસીના માચડે, જેતપુર સેસન્સ કોર્ટે આપ્યો ચુકાદો
X

જેતલસરની સૃષ્ટિ રૈયાણીના એકતરફી પ્રેમમાં પાગલ આરોપી જયેશે છરીના 36 ઘા ઝીંકી બેરહેમીથી તેની હત્યા કરી હતી. ત્યારે આજે આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેસન્સ કોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી છે. આ ઉપરાંત સગીરાના ભાઈ પર ઘાતકી હુમલો કર્યાના બનાવમાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી 10 વર્ષ સજા અને 5000 દંડ અને પોકસો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયા દંડની સજાનો પણ ઉમેરો કર્યો છે.

નોંધનીય છે કે, કેસની સુનાવણી દરમિયાન સૃષ્ટિના પરિવારજનો કોર્ટ સંકુલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને કહ્યું હતું કે, 'આને ફાંસી આપો' જયારે બપોરે 12 વાગ્યાના સમયે જેતપુર સેસન્સ કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રીક ન્યાયાધીશ આર.આર. ચૌધરીએ આરોપી જયેશ સરવૈયાને કોર્ટ રૂમમાં બોલાવ્યો હતો. અને તે કેટલું ભણેલો છે, શું કામ કરતો હતો અને પિતા શું કામ કરે છે સહિતના અલગ અલગ સવાલો પૂછ્યા હતા.

સૃષ્ટિ રૈયાણી જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે પણ આરોપી જયેશ સરવૈયા તેનો પીછો કરતો હતો. સગીરાની હત્યા થઈ છે અને એક સગીરની હત્યાનો પ્રયાસ થયો છે.આરોપી સગીરાને એક તરફી પ્રેમ કરતો હતો. આરોપી સગીરાની પાછળ પાછળ સ્કૂલે જતો હતો.આરોપીએ સગીરાને ભાગી લગ્ન કરવાનું કહ્યું હતું.ત્યારબાદ સગીરાએ સમગ્ર હકીકત પોતાના પિતાને કહી હતી.

Next Story