રાજકોટમાં રૂપાલાના વિરોધમાં નીકળી ક્ષત્રિયોની મહારેલી, "રૂપાલા હાય હાયના લાગ્યા નારા"

રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. બાદમાં સાંજે 4 વાગ્યે મહારેલીનું આયોજન કરાયું હતું.

New Update
રાજકોટમાં રૂપાલાના વિરોધમાં નીકળી ક્ષત્રિયોની મહારેલી, "રૂપાલા હાય હાયના લાગ્યા નારા"
Advertisment

રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. બાદમાં સાંજે 4 વાગ્યે મહારેલીનું આયોજન કરાયું હતું. આથી બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા હતા. કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ગરમી હોવા છતાં પણ ક્ષત્રિયો મોટી સંખ્યામાં મહારેલીમાં ઉમટ્યા છે. ક્ષત્રિય સમાજના બાળકોથી માંડી વડીલો સુધી સૌકોઈ મહારેલીમાં જોડાયા છે. મહારેલીમાં જય ભવાનીનો જય જયકાર કરતા પણ લોકો જોવા મળ્યા હતા. મહારેલી કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી અને અહીં કલેક્ટર પ્રભવ જોષીને આવેદનપત્ર આપ્યું હતું. અહીં પણ પોલીસનો ચૂસ્ત બંદોદસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Latest Stories