Connect Gujarat
રાજકોટ 

હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ‘‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે નામકરણ, PM મોદી કરશે રાષ્ટ્રને સમર્પિત...

એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડીપાર્ચર સહિતની જગ્યાઓને સાઈનેજીસથી સજ્જ કરી દેવામાં આવી છે

X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 27 જૂલાઈના રોજ હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે, ત્યારે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ‘‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે. આથી હવેથી આ એરપોર્ટ ‘’રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે ઓળખાશે. હિરાસર એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડીપાર્ચર સહિતની જગ્યાઓને સાઈનેજીસથી સજ્જ કરી દેવામાં આવી છે. ટર્મિનલમાં સિક્યોરિટી બેરીયર અને ટ્રોલીની સુવિધાઓ ઉપરાંત, વિવિધ ઓફિસોને સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે.

Next Story