Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : જિલ્લા વિકાસ અધિકારી પોતાની ઓફિસ છોડી અરજદારને સામે ચાલીને આવે છે મળવા, જુઓ શું છે કારણ

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીનો માનવતાવાદી અભિગમ, દેવ ચૌધરીએ લીધો સરાહનીય નિર્ણય.

X

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા દેવ ચૌધરીનો માનવતાવાદી અભિગમ સામે આવ્યો છે. જિલ્લા પંચાયત કચેરીમાં દિવ્યાંગજનોએ પગથિયા ચઢી ઉપર ન જવું પડે એ માટે જિલ્લા વિકાસ અધિકારી જાતે જ દિવ્યાંગોની રજૂઆત સાંભળવા પંચાયત કચેરીના પટાંગણમાં આવે છે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીનો માનવતાવાદી અભિગમ સામે આવ્યો છે. રાજકોટની જિલ્લા પંચાયત કચેરી એક માળની હોવાથી તેમાં લિફ્ટ ની સુવિધા નથી. જેના કારણે જો કોઈ અરજદારને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને મળવું હોય તો તેના માટે તેઓએ પગથીયા ચડીને જવું પડે છે ત્યારે થોડા મહિના પૂર્વે જ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળનાર દેવ ચૌધરીના ધ્યાને આવ્યું હતું કે લિફ્ટ ન હોવાના કારણે દિવ્યાંગોને તકલીફ પડી રહી છે.

દિવ્યાંગોને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને મળવા માટે પગથીયા ચડીને તેમની ચેમ્બર સુધી પહોંચવું પડે છે ત્યારે દિવ્યાંગોને પડતી તકલીફનો કાયમી હલ કરવા માટે હાલ રાજકોટ જિલ્લા પંચાયત કચેરીની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે.બોર્ડમાં જિલ્લા વિકાસ અધિકારીના નંબર પણ લખવામાં આવ્યા છે જે નંબર પર ફોન કરતાની સાથે જ જિલ્લા વિકાસ અધિકારી ખુદ પોતે દિવ્યાંગો ને મળવા પોતાની ચેમ્બર છોડી જિલ્લા પંચાયતના ગેટ પાસે દોડી આવે છે.જીલ્લા પંચાયત દ્વારા જે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે તેનાથી દિવ્યાંગ અરજદારો પણ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

Next Story