રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં આવતી કાલે 64 જેસીબી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન

સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે વિસ્તારોમાં ડિમોલિશન થવાનું છે, ત્યાંના વીજ જોડાણો રદ કરી દેવામાં આવ્યા છે. ડિમોલિશન માટે મનપાએ પૂરી તૈયારી કરી લીધી છે.

New Update
Rajkot

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે થનારા ડિમોલિશનને લઈને તંત્રએ તમામ તૈયારીઓ લોખંડી બનાવી દીધી છે. કમિશનરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 700 થી વધુ મકાનો દ્વારા ખાલી કરી દેવામાં આવ્યા છે. 

તંત્ર દ્વારા સૌ પ્રથમ આ ખાલી થયેલા મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે વિસ્તારોમાં ડિમોલિશન થવાનું છે, ત્યાંના વીજ જોડાણો રદ કરી દેવામાં આવ્યા છે. ડિમોલિશન માટે મનપાએ પૂરી તૈયારી કરી લીધી છે. સ્થળ પર 64 જેસીબી, ટ્રેક્ટરો અને ટ્રોલીઓ સહિતની તમામ જરૂરી મશીનરી તૈનાત કરી દેવામાં આવી છે. 

ડિમોલિશન દરમિયાન કોઈ ઘર્ષણ કે અઘટિત ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તુષાર સુમેરાએ સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તંત્ર અને પોલીસ સંકલન સાધીને આ ગેરકાયદે દબાણો દૂર કરશે. લાંબા સમયથી નદીના પટમાં થયેલા આ અતિક્રમણને દૂર કરવા માટે આવતીકાલનો દિવસ નિર્ણાયક રહેશે.

Latest Stories