Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : બાબરા માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં કપાસનો સર્વોચ્ચ ભાવ, ખેડૂતોમાં ખુશી...

માર્ચ એન્ડિંગની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ પુન: રાબેતા મુજબ શરૂ થઇ રહ્યા છે,

X

માર્ચ એન્ડિંગની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ પુન: રાબેતા મુજબ શરૂ થઇ રહ્યા છે,માર્ચ એન્ડિંગની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ પુન: રાબેતા મુજબ શરૂ થઇ રહ્યા છે, ત્યારે કાચા કપાસની આવક 1.12 લાખ મણે પહોંચી ગઇ છે. રાજકોટની બોટાદ યાર્ડમાં સૌથી વધુ 30,000 મણની આવક સાથે બાબરા યાર્ડમાં કપાસનો પ્રતિ મણનો અત્યાર સુધીનો સૌથી ઊંચો રૂ. 2630નો ભાવ બોલાયો હતો.

રાજકોટ યાર્ડમાં છેલ્લા 24 કલાક દરમિયાન કપાસની આવક વધી 20,000 મણે પહોંચી ગઇ હતી, તો પ્રતિ મણ લેખે રૂ. 2550ના સર્વોચ્ચ ભાવે કામકાજ થયા હતા. રોકડિયો પાક ગણાતા કપાસની કમાણી પર ખેડૂતોને વિશેષ આશા હોય છે. પાછલા વર્ષની તુલનાએ કપાસના ઉતારા ઘટ્યા છે. જોકે, સારા ભાવના કારણે આવકમાં બેલેન્સ જળવાઇ રહ્યું છે. પ્રવર્તમાન સમયે આખા વિશ્વમાં કપાસની ઉપજમાં ખાંચો પડ્યો છે. ખાસ કરીને ખેડૂતોની નજર કપાસ પર સ્થિર થવાથી વિશ્વસ્તરે કપાસનું ઉત્પાદન વધશે તેવું મનાય રહ્યું છે. પ્રવર્તમાન સમયે કપાસની ડિમાન્ડ વધતા ખેડૂતોને રૂ. 2500 સુધીના ભાવ ઉપલબ્ધ થઇ રહ્યા છે. પરંતુ જિનર્સ કપાસની ગુણવત્તા પ્રમાણમાં નબળી આવી રહી હોવાનો રંજ વ્યક્ત કરી રહ્યા છે. સારી ક્વોલિટીના કપાસની અછત જોવા મળી રહી છે. જોકે, જે તે વખતે કપાસમાં ઉત્તમ વાતાવરણની અનિશ્ચિતતા વચ્ચે ગુલાબી ઇયળ સહિતની જીવાતનો ખતરો પણ જોવાયો હતો. પરંતુ હાલ ઈતિહાસમાં કપાસનો સર્વોચ્ચ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

Next Story