રાજકોટ: "ન કરે એ નારાયણ, ન કરવાનું કરે એ કામીનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની આકરા શબ્દોમાં ઝાટકણી

રાજકોટના સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઝાટકણી કાઢી છે તેઓએ સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં પોસ્ટ લખી છે.

New Update
Parshottam

રાજકોટના સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઝાટકણી કાઢી છે તેઓએ સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં પોસ્ટ લખી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. સંતોની કામલીલા બહાર આવી રહી છે ત્યારે હરિભક્તોમાં રોજ જોવા મળી રહ્યો છે આ તરફ રાજકોટના સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ  સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઝાટકણી કાઢી છે.તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર આકરા પ્રહારો કર્યા હતા.
તેઓએ પોસ્ટમાં લખ્યું હતું કે  "ન કરે એ નારાયણ ન કરવાનું કરે એ કામીનારાયણ..કામી નાલાયકોની એક સંસ્થા ભાવનગર રોડ પર ખોલવી જોઈએ" અત્રે ઉલ્લેખનીય  છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ એક પછી એક પોલીસ ફરિયાદ થઈ રહી છે અને તેઓનું કૃત્ય બહાર આવી રહ્યું છે ત્યારે સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ સંતોની આકરા શબ્દોમાં ઝાટકડી કાઢી છે તાજેતરમાં ભાયાવદરના ખિસ્સા ગામે યુવતી દ્વારા સ્વામિનારાયણના સંતો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જેના કારણે સમગ્ર પંથકમાં આવા સંતો વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે
Latest Stories