Connect Gujarat
રાજકોટ 

આવતીકાલે પીએમ મોદી ગુજરાત પ્રવાસે, રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે. જાણો સમગ્ર કાર્યક્રમ

આવતીકાલે પીએમ મોદી ગુજરાત પ્રવાસે, રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે. જાણો સમગ્ર કાર્યક્રમ
X

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે જરૂર આવવાના છે, પરંતુ ચૂંટણી પહેલા રાજકોટવાસીઓને પીએમ ખુદ પોતાના હાથે એક મોટી ગિફ્ટ આપવાના છે, જે કાર્યક્રમનો હવે લગભગ સમય અને તારીખ નક્કી થઇ ચૂકી છે. માહિતી પ્રમાણે આગામી 27 જુલાઇએ પીએમ મોદી રાજકોટની મુલાકાતે આવવાના છે, અને આ દરમિયાન રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે. એરપોર્ટને ખુલ્લુ મુકવાની તારીખ લગભગ પહેલાથી જ નક્કી થઇ ચૂકી છે, હવે મોટો કાર્યક્રમ પણ યોજાવવાનો છે.

2024ની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીનો સૌથી મોટો કાર્યક્રમ છે. 2024ની ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળશે. રેસકોર્સમાં જનમેદની એકઠી કરવા માટે ભાજપના અગ્રણીઓ અને અધિકારીઓની મથામણ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના સંસદો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો જનમેદની એકઠી કરવામાં લાગ્યા છે. આ ઉપરાંત રાજકોટના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ઉદ્ઘાટન કરશે. તો રાજકોટ કાલાવડ રોડ પર આવેલા કે કેવી બ્રિજનું પણ લોકાર્પણ કરશે. મહાનગરપાલિકાના સુએજ પ્લાન્ટ અને લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરશે. કુલ મળીને 2200 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

રાજકોટમાં ગુરુવારના રોજ પ્રધાનમંત્રી નો મિનિટ 2 મિનિટ કાર્યક્રમ

3.10 હિરાસર એરપોર્ટ પર આગમન

3.15 બાયરોડ ટર્મીનલ બિલ્ડીંગ પર પહોંચશે

3.15 થી 3.30 એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરી લોકાર્પણ કરશે

3.40 ટર્મિનલ બિલ્ડીંગથી બાય રોડ એમ.આઈ-17 હેલીકોપ્ટર પર પહોંચશે

3.45 હિરાસર એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પર આવવા રવાના થશે

4.05 રાજકોટ એરપોર્ટ પર આગમન

4.10 રાજકોટ એરપોર્ટથી બાયરોડ રેસકોર્ષ સભાસ્થળે પહોંચવા રવાના થશે

4.15 રેસકોર્ષ સભાસ્થળ પર આગમન

4.15 થી 5.30 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સભા સંબોધશે

5.30 રેસકોર્ષ ગ્રાઉન્ડથી રાજકોટ એરપોર્ટ પર જવા રવાના થશે

5.40 થી 6.30 રાજકોટથી બોઈંગમાં રવાના થઈ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.

Next Story