/connect-gujarat/media/post_banners/3758840041e148a419de52c39bfc0dd0d159825a354d5d439b65c6b0a4c05e3e.webp)
રાજકોટમાં આજે વધુ બે લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યા છે. જેમાં 14 વર્ષીય બાળક અને 37 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. વાવડી પાસે મહમદીબાગમાં રમતા રમતા 14 વર્ષીય રેનિશ નકાણી અચાનક ઢળી પડ્યો હતો. જેને હોસ્પિટલ ખસેડાતા સારવાર કારગત નીવડે તે પહેલા તરુણે દમ તોડી દીધો હતો. જ્યારે નવાગામમાં રહેતા રિક્ષાચાલક મનોજ બાવળીયાનું હૃદય બેસી ગયું હતું. બન્ને બનાવમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
/connect-gujarat/media/post_attachments/dfec7fc2e2c348dc1ecfa020de7c24ea248f6808ab04e35f103301f06f925333.webp)
14 વર્ષીય રેનિશ રજાકભાઈ નકાણી
/connect-gujarat/media/post_attachments/42fc4f5db13dde6d9cb0a92a43a0f45e2ab8efc9e57163e4f6168923a5008198.webp)
37 વર્ષીય મનોજ નાગજીભાઈ બાવળિયા