શુક્રવારે મ્યુઝિક લેબલ અને ફિલ્મ પ્રોડક્શન બેનર ટી-સિરીઝે તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર વિરુદ્ધ લગાવેલા બળાત્કારના આરોપ અંગે નિવેદન જારી કર્યું છે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે કુમાર વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ “સંપૂર્ણપણે ખોટી અને દુર્ભાવનાપૂર્ણ” છે. ભૂષણ કુમાર વિરૂદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો છે. ભૂષણ કુમાર વિરૂદ્ધ આ રેપ કેસ મુંબઈના ડીએન નગર પોલિસ સ્ટેશનમાં નોંધાયો છે. આરોપ છે કે, ભૂષણ કુમારે ટી સીરીઝના પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપીને 30 વર્ષની એક યુવતી પર બળાત્કાર કર્યો. પીડિતા એ પણ આરોપ લગાવ્યો કે, ભૂષણ કુમારે તેની તસવીરો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
મહિલાએ આરોપ લગાવ્યો કે ત્રણ અલગ અલગ જગ્યાએ તેની સાથે અત્યાચાર કરવામાં આવ્યો છે. પીડિતાએ દાવો કર્યો છે કે, 2017થી 2020નની વચ્ચે તેની સાથે આ જગ્યાઓ પર રેપ કરવામાં આવ્યો હતો. પીડિતાએએ પણ આરોલ લગાવ્યો કે, ભૂષણ કુમારે તેની તસવીરો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ભૂષણ કુમાર માત્ર T-seriesના મેનેજિંગ ડાયરેક્ટર જ નથી પરંતુ તે અનેક મોટી ફિલ્મોમાં પ્રોડક્શન પણ સંભાળતા હતા.
ટી સીરિઝએ આ અંગે જણાવ્યુ હતું કે, 1 જુલાઇ 2021 ના રોજ અંબોલી પોલીસ સ્ટેશનમાં પોલીસ પાસે ગેરવર્તનની કોશિશ અને ખંડણીના પ્રયાસો સામે ફરિયાદ નોંધાઈ હતી. ગેરવસૂલી પ્રયાસ માટેના ઑડિઓ રેકોર્ડિંગના રૂપમાં પુરાવા પણ છે અને તે તપાસ માટે પૂરી પણ પાડવામાં આવશે. હાલમાં જે ફરિયાદ ભૂષણ કુમાર સામે નોંધાવી છે તે તેના અને તેના સાથીદાર વિરુદ્ધ ગેરવસૂલી લેવાના આરોપમાં નોંધાયેલી ફરિયાદનો વળતો હુમલો કરવા સિવાય કશું જ નથી.
