માત્ર સ્વાદ જ નહીં પરંતુ પોષણથી ભરપૂર છે આ ખીર, તો બનાવો તેની સરળ વાનગી

તે માત્ર સ્વાદિષ્ટ જ નથી,તે તમારા શરીરમાં એનર્જી લેવલને પણ વધારે છે.

New Update
માત્ર સ્વાદ જ નહીં પરંતુ પોષણથી ભરપૂર છે આ ખીર, તો બનાવો તેની સરળ વાનગી

ખાસ કરીને કોઈ તહેવાર હોય ત્યારે કોઇ સ્વીટ ડિશ બનાવતા હોઈએ છીએ, તેમાય ખીરનું નામ આવે તો આપણને ખાલી ચોખાની ખીર ખાસ બનાવતા હોઈએ છે, અને કાં તો તમે ઘણા પ્રકારની ખીર ખાધી હશે અને બીજું ફ્રૂટ સલાડમાં ખાસ સફરજન અને કેળાંનો ઉપયોગ કરતાં હોઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય સફરજનની ખીર ટ્રાય કરી છે ? તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, તે તમારા શરીરમાં એનર્જી લેવલને પણ વધારે છે. શિયાળામાં તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. શિયાળાની ઋતુ માટે આ એક શાનદાર સ્વીટ ડિશ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ તેને ઘરે બનાવવાની સરળ રીત.

સામગ્રી:

સફરજન – 4, દૂધ - 4 કપ, કન્ડેન્સ્ડ મિલ્ક - 8 ચમચી,કિસમિસ - 10-15, કાજુ - 10-15, બદામ-10-15, ઘી - 1 ચમચી, ખાંડ - 2 ચમચી, એલચી પાવડર - 1 ચમચી

સફરજનની ખીર બનાવવાની રીત :-

સૌ પ્રથમ એક કડાઈમાં ઘી નાખી ધીમી આંચ પર ગરમ કરો. આ પછી, સફરજનને છીણીને ઉમેરો. હવે તેને મધ્યમ આંચ પર ચડવા દો, જ્યારે તેમાં રહેલ રસ સંપૂર્ણપણે સુકાઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો.હવે એક અલગ પેન લો, દૂધમાં ખાંડ મિક્સ કરી, ઉકાળો અને કન્ડેન્સ્ડ મિલ્ક પણ ઉમેરો ધ્યાનમાં રાખો, સફરજનની પણ પોતાની મીઠાશ છે. તેથી, કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરતી વખતે સાવચેત રહો. જ્યારે તે ઘટ્ટ બને ત્યારે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો અને 2 મિનિટ પછી ગેસ પરથી ઉતારી લો અને ગરમાગરમ સર્વ કરો. આ રીતે બનાવી સકાય છે સફરજનની ખીર.

Latest Stories