શું તમે વધતાં વજનને લઈ પરેશાન છો,તો બનાવો આ હેલ્ધી અને ટેસ્ટી ‘મસાલા ચણા સેન્ડવિચ’

જો આ નવા વર્ષે દરમિયાન તમે એવું વિચાર્યું હોય કે સ્વાસ્થ્યને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે તો તેની શરૂઆત ખોરાકથી કરો.

New Update
શું તમે વધતાં વજનને લઈ પરેશાન છો,તો બનાવો આ હેલ્ધી અને ટેસ્ટી ‘મસાલા ચણા સેન્ડવિચ’

જો આ નવા વર્ષે દરમિયાન તમે એવું વિચાર્યું હોય કે સ્વાસ્થ્યને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે તો તેની શરૂઆત ખોરાકથી કરો. કારણ કે માત્ર કલાકો સુધી કસરત કરવાથી ફાયદો નહીં થાય. પરંતુ પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થો વજન ઘટાડવાની પ્રક્રિયામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તમને બિનજરૂરી ભૂખ નથી લાગતી, જે તમને વધુ પડતું ખાવાથી અને બિનઆરોગ્યપ્રદ બનતા અટકાવે છે અને વજન ઘટાડવામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. તો આજે અમે તમને પ્રોટીનથી ભરપૂર એવી વાનગી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે મિનિટોમાં તૈયાર કરી શકો છો. તો તમારા નાસ્તાના મેનુમાં આ હેલ્ધી વાનગીનો સમાવેશ કરો.તો ચાલો જાણીએ તેની રેસિપી.

મસાલા ચણા સેન્ડવિચ સામગ્રી :-

2 કપ બાફેલા ચણા, 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 ટીસ્પૂન ધાણા પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન કાળું મીઠું, સ્વાદ મુજબ સફેદ મીઠું, મરચાંના ટુકડા સ્વાદ મુજબ, બારીક સમારેલી કોથમીર, બ્રેડ જરૂર મુજબ, લીલી ચટણી

મસાલા ચણા સેન્ડવિચ બનાવવાની રીત :-

- સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા ચણા ઉમેરો અને તેને સારી રીતે મેશ કરો. આ પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ધાણા પાવડર, મીઠું, તીખા પાઉડર , સફેદ મીઠું, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, ધાણા પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે બ્રેડ લો અને જો તમે ઈચ્છો તો તેની કિનારી કાપી લો અથવા તમે તેનો ઉપયોગ કરી શકો છો.

- સૌપ્રથમ બ્રેડ પર લીલી ચટણી (ધાણા+ફૂદીનો+લીલું મરચું+લસણમાંથી બનેલી ચટણી) લગાવો. તેના પર ચણાનું મિશ્રણ પાથરવું, જો તમે ઈચ્છો તો સ્વાદ માટે ઉપર ચીઝ સ્લાઈસ પણ મૂકી શકો છો.પરંતુ ચીઝ વગર પણ તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને સેન્ડવિચ મેકરમાં અથવા તવા પર મૂકીને, પણ સેકી શકો છો. તો આ રીતે પ્રોટીન રિચ બ્રેકફાસ્ટ મસાલા ચીકપીસ સેન્ડવિચ તૈયાર છે. જો કે, તમે તેને સાંજના નાસ્તામાં પણ બનાવી ચકો છો.