Connect Gujarat
વાનગીઓ 

ગ્રીન ટી પીતા પહેલા ચકાશો કે તે અસલી છે કે નકલી, નહીં તો ફાયદાના બદલે થઈ જશે ભારીભરખમ નુકશાન..

ગ્રીન ટીની ચાયપત્તીની શુદ્ધતા ચેક કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકાય છે.

ગ્રીન ટી પીતા પહેલા ચકાશો કે તે અસલી છે કે નકલી, નહીં તો ફાયદાના બદલે થઈ જશે ભારીભરખમ નુકશાન..
X

ફિટનેશ ફ્રિક લોકો ગ્રીન ટી પીવાનું પસંદ કરતાં હોય છે. બની શકે કે તમને ગ્રીન ટી પીવાનું પસંદ હોય પરંતુ શું તમને ખબર છે કે આ જે ગ્રીન ટી તમે પીવો છો તે અસલી છે કે નકલી, તો આજે અમે તમને એવી ટિપ્સ વિષે જણાવીશું કે તમે સરળતાથી ચકાસી શકશો અસલી અને નકલી ગ્રીન ટી વચ્ચેનો તફાવત

· ખરીદતા પહેલા લેબલ ચેક કરો:-

આ સૌથી જરૂરી સ્ટેપ છે કે, જ્યારે તમે ગ્રીન ટી ખરીદવા જાઓ તો તેનું લેબલ સૌથી પહેલા ચેક કરો. અમે એવું એટલા માટે કહી રહ્યા છે કે, કેટલાક લોકો પેકેટ જોયા વગર જ ગ્રીન ટી ખરીદી લે છે. જો તમે પેકેટ વાંચશો તો તમને ખબર પડશે કે ગ્રીન ટીમાં કેવી સામગ્રીનો ઉપયોગ થયો છે.

· હાથથી ચેક કરો:-

ગ્રીન ટીની ચાયપત્તીમાં મિલાવટ છે કે નહીં, તેની જાણકારી તમે હાથોમાં તેને રગડીને લગાવી શકો છો. થોડી ચાયપત્તી હાથમાં લો અને તેને રગડો. થોડી વાર બાદ તેને સૂંઘો. તો તેમાંથી શુદ્ધ ચાયપત્તીની મહેક આવે છે, તો તે અસલી છે. જો સુગંધ ન આવે તો સમજો કે ચાયપત્તી નકલી છે.

· ઠંડા પાણીનો ઉપયોગ કરો:-

ગ્રીન ટીની ચાયપત્તીની શુદ્ધતા ચેક કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકાય છે. એક ગ્લાસ ઠંડા પાણીમાં બે ચમચી ચાયપત્તી મિક્સ કરીને એમ જ છોડી દો. એક મિનિટ બાદ જો કે કલર છોડે છે તો સમજી જાઓ એક આ ગ્રીન ટી નકલી છે.

· ટિશ્યૂ પેપર આવશે કામ:-

ગ્રીન ટીની ચાયપત્તીમાં મિલાવટ છે કે નહીં, તે જાણવા માટે ટિશ્યૂ પેપરનો પણ ઉપયોગ કરી શકાય છે. ટિશ્યૂ પેપર પર એક ચમચી ચાયપત્તીને રાખી દો. હવે તેના પર પાણીના કેટલાક ટીપાં નાંખો. થોડી વાર તેને તડકામાં રાખી દો. જો થોડીવારમાં તમને ટિશ્યૂ પેપર પર નિશાન જોવા મળે તો સમજી જાઓએ તમારી ગ્રીન ટીમાં ભેળસેળ છે.

Next Story