Connect Gujarat
વાનગીઓ 

દૂધીનું શાક ભાવતું નથી!!!! તો ટ્રાઈ કરો દૂધીના ફોલતા, જાણો બનાવવાની સરળ રીત

દૂધીનું નામ પડતાં જ ઘણા લોકોનું મોઢું બગાડવા લાગે છે. કારણ કે દૂધીના શાકનો સ્વાદ ઘણા લોકોને ગમતો નથી॰ પરંતુ દૂધી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે

દૂધીનું શાક ભાવતું નથી!!!! તો ટ્રાઈ કરો દૂધીના ફોલતા, જાણો બનાવવાની સરળ રીત
X

દૂધીનું નામ પડતાં જ ઘણા લોકોનું મોઢું બગાડવા લાગે છે. કારણ કે દૂધીના શાકનો સ્વાદ ઘણા લોકોને ગમતો નથી॰ પરંતુ દૂધી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે અને તે જરૂરથી ખાવી જ જોઈએ, જો દૂધીનું શાક ના ભાવતું હોય તો તમે દૂધીના કોફ્તા બનાવીને પણ ખાઈ શકો છો. કોફ્તા બધા જ લોકોને પસંદ્દ આવે છે. દૂધીના કોફ્તાનું શાક તમે પણ એક દિવસ જરૂરથી ટ્રાય કરજો. તેનો મજેદાર સ્વાદ તમને ખૂબ જ પસંદ આવશે. તો આવો જાણીએ તેની રેસીપી

દૂધીના કોફ્તા બનાવવાની સામગ્રી

  1. 1 કપ છીણેલી દૂધી
  2. 1 કપ ચણાનો લોટ
  3. 3 ટામેટાં
  4. 1 લીલું મરચું
  5. લીલા ઘણા જીણા સમારેલા
  6. 1 નાની ચમચી આદુની પેસ્ટ
  7. 1 ચમચી કસૂરી મેથી
  8. ½ ચમચી લાલ મરચું પાવડર
  9. ½ ચમચી હળદર
  10. ¼ ચમચી જીરું
  11. ½ ચમચી હિંગ
  12. ¼ ચમચી અજમા
  13. 2 ચમચી ધાણાજીરું પાવડર
  14. ¼ ચમચી ગરમ મસાલો
  15. તેલ તળવા માટે

દૂધીના કોફ્તા બનાવવાની રીત

ફોફતા બનાવવા માટે સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારી નાખો. ત્યાર બાદ તેને છીણી લો અને હાથની મદદથી બધુ પાણી કાઢી એક પ્લેટમાં મૂકો. હવે દૂધી માંથી સારી રીતે પાણી નિચોડયા બાદ તેમાં અડધો કપ ચણાનો લોટ, જીણું સમારેલું લીલું મરચું, આદુની પેસ્ટ, જીરું પાવડર, લાલ મરચું પાવડર, મીઠું અને અજમા નાખીને બરાબર સારી રીતે મિક્સ કરી દો. હવે તેના પર કાપેલા લીલા ધાણા નાખો. હવે આ મિશ્રણ ને બરાબર રીતે મિક્સ કરી દો. આ બેટર થોડું જાડું જ રાખવાનું છે. કોફ્તાનું મિશ્રણ તૈયાર કર્યા પછી તેને તળી લો. આ માટે એક કડાઈમાં તેલ ગરમ કરો, પછી હાથ વડે થોડું ખીરું નાખી પકોડા તળી લો. કોફતાને મધ્યમ આંચ પર સોનેરી થાય ત્યાં સુધી તળો. આ પછી કોફતાને પ્લેટમાં કાઢી લો. કોફતા તળ્યા પછી હવે ગ્રેવી તૈયાર કરવાનું શરૂ કરો. આ માટે પેનમાં 1 ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જીરું, હિંગ, 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરો અને તેને ફ્રાય કરો. આ પછી તેમાં ધાણા પાવડર અને હળદર પણ ઉમેરો. મસાલાને 1 મિનિટ માટે ફ્રાય કરો, ત્યારબાદ સામગ્રી અનુસાર ટામેટાની પેસ્ટ ઉમેરો અને મિક્સ કરો. ગ્રેવીને ધીમી આંચ પર 3-4 મિનિટ સુધી સારી રીતે પકાવો. હવે તેમાં તૈયાર કોફતા, સ્વાદ મુજબ મીઠું અને મરચું ઉમેરો. હવે તેમાં કસૂરી મેથી અને થોડો ચણાનો લોટ ઉમેરીને મિક્સ કરી લો અને પછી તેને પ્લેટ વડે ઢાંકી ધીમી આંચ પર 5 મિનિટ સુધી પકાવો. તૈયાર છે દૂધીના કોફતા.

Next Story