વરસાદી માહોલમાં ગરમા ગરમ ફરાળી ભજીયા ઘરે બનાવો, જાણો રેસિપી

ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે ફરાળી ભજીયા કેવી રીતે બનાવી શકાય છે.

New Update
pakodas

ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે ફરાળી ભજીયા કેવી રીતે બનાવી શકાય છે.

ચોમાસામાં મોટાભાગના લોકોને ભજીયા ખાવાનો શોખ હોય છે. ત્યારે ઉપવાસ કે વ્રત હોય ત્યારે ચણાના લોટના ભજીયા ખાઈ શકાતા નથી. તો આજે ફરાળી ભજીયા ઘરે સરળતાથી બનાવી શકો છો.

ફરાળી ભજીયા બનાવવા માટે બટાકા, લીલા ધાણા, લીલા મરચા, આદુ, મીઠું, લીંબુનો રસ, ખાંડ, રાજગરાનો લોટ, સામાનો લોટ, તલ, સુકાયેલું નાળિયેર, સીંગદાણા, દહીં, મરચું, તેલ સહિતના સામગ્રીની જરુરત પડશે.

ફરાળી ભજીયા બનાવવા માટે સૌથી પહેલા બટાકાને ધોઈને તેની છાલ ઉતારી તેને ખમણી લો. ત્યારબાદ એક બાઉલમાં બટાકાનું છીણ, આદુ-મરચાની પેસ્ટ, લીલા ધાણા, કોપરાનું ખમણ, તલ, શેકેલા જીરાનો પાઉડર, મરી પાઉડર, સામાનો લોટ, રાજગરાનો લોટ, મગફળીના દાણાનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે મિશ્રણમાં થોડુ-થોડુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ધ્યાનરાખો કે બેટરમાં વધારે પાણી ન પડી જાય. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલમાં ભજીયા મુકો. ભજીયા બંન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. વરસાદની સિઝનમાં ગરમા ગરમ ફરાળી ભજીયાને ચા અથવા લીલી ચટણી સાથે પીરસી શકો છો.

Homemade Recipe | delicious pakodas | Monsoon 

Latest Stories