તહેવારો પર તમારા પરિવાર સાથે માણો મિલ્ક કેકનો આનંદ, ભેળસેળના જોખમને ટાળવા ઘરે જ બનાવો......

તહેવારોની સિઝન ચાલી રહી છે. આવા દિવસોમાં દરેકના મન ઉત્સાહથી ભરેલા હોય છે. મીઠાઇ વગર તો કોઇ પણ તહેવારની કલ્પના પણ ના કરી શકાય.

New Update
તહેવારો પર તમારા પરિવાર સાથે માણો મિલ્ક કેકનો આનંદ, ભેળસેળના જોખમને ટાળવા ઘરે જ બનાવો......

તહેવારોની સિઝન ચાલી રહી છે. આવા દિવસોમાં દરેકના મન ઉત્સાહથી ભરેલા હોય છે. મીઠાઇ વગર તો કોઇ પણ તહેવારની કલ્પના પણ ના કરી શકાય. સામાન્ય રીતે લોકો બજારમાં બનતી મીઠી વાનગીઓ ખરીદે છે. જો કે આ સમયે ભેળસેળનું જોખમ પણ વધુ રહે છે. તો આજે અમે એક એવી જ એક વાનગી લઈને આવ્યા છીએ જે ઘરે બનાવવી એકદમ સરળ છે. અમે મિલ્ક કેક વિષે વાત કરી રહ્યા છીએ. ચાલો બનાવવાની રેસેપી વિષે જાણીએ..

મિલ્ક કેક બનાવવાની સામગ્રી

· 2 લિટર દૂધ

· 2 કપ ખાંડ

· 2 ચમચી ઘી

· 2 ચપટી પીસેલી ફટકડી

મિલ્ક કેક બનાવવાની રીત

· સૌ પ્રથમ એક મોટી કઢાઈમાં દૂધ નાખો. તેને ગરમ કરવા મૂકો આ સમયે ગેસની ફ્લેમ ફૂલ રાખો.

· દૂધ બરાબર ઊકળે એટલે તેમાં 2 ચમચી ફટકડી નાખો.

· ફટકડી ઉમેર્યા પછી દૂધ ફાટી જશે અને દાણાદાર થઈ જશે.

· દૂધ ઉકાળતા રહો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો દૂધ બરાબર ઘટ્ટ થાય પછી તેમાં ખાંડ ઉમેરો.

· હવે ચમચીની મદદથી દૂધમાં ખાંડને સારી રીતે મિક્સ કરો અને તેને પકવવા દો.

· જ્યારે દૂધ લગભગ 10 મિનિટ સુધી પાકી જાય ત્યારે તેમાં ઘી ઉમેરો અને સમયાંતરે તેને હલાવતા રહો.

· જેમ જેમ મિશ્રણ બરાબર રાંધશે તેમ તેમ તે તેનો રંગ બદલશે.

· મિશ્રણનો રંગ બદલાઈ એટલે ગેસ બંધ કરી દો.

· હવે એક ઊંડા તળિયા વળી પ્લેટ લો. મિશ્રણને બરાબર ઢાળો અને ઠંડુ થવા દો.

· અડધા કલાક પછી તપાસો કે મિશ્રણ બરાબર સેટ થઈ ગયું છે કે નહીં.

· જો તે બરાબર સેટ ના થયું હોય તો પાછો અડધો કલાક તેને ઠંડુ થવા દો.

· ત્યાર બાદ તેને તમારા મનપસંદ આકારમાં કાપી લો. મિલ્ક કેક તૈયાર છે. જો તમે ઈચ્છો તો તેના પર બદામ અને કાજુની કતરણ વડે ગારનીસ કરી શકો છો.