ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ, મલાઈ પનીર ઘરે બનાવો

ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે મલાઈ પનીર બનાવવાની રેસિપી જણાવીશું.

New Update
paneer

ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે મલાઈ પનીર બનાવવાની રેસિપી જણાવીશું.

મલાઈ પનીર બનાવવા માટે પનીર, ક્રીમ, કસૂરી મેથી, ડુંગળી, બદામ, આદું, કાજુ, લસણની કળી, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, તેલ, લીલા ધાણા, મીંઠુ સહિતની સામગ્રીની જરુર પડશે.

મલાઈ પનીર બનાવવા માટે સૌથી પહેલા પનીરના ટુકડા કરી લો. ત્યારબાદ પનીરને બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ગ્રીલ કરી લો.

હવે સૌથી પહેલા કાજુ, બદામની પેસ્ટ બનાવી બાઉલમાં કાઢી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં કાપેલી ડુંગળી નાખી સાંતળી લો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો. હવે તેમાં લીલુ મરચું, લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીંઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ ફરી એક પેનમાં ઘી ગરમ કરવા મુકો તેમાં હીંગ ઉમેરી તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ઉમેરો.

ગ્રેવીમાંથી તેલ છુટુ પડે ત્યારે તેમાં પનીર, ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરો. તેને બરાબર મિક્ષ કરો અને 3 થી 4 મિનિટ માટે ગેસ પર પકવવા દો.

પનીરના શાકમાં ક્રીમ નાખી દો, ધ્યાન રાખો કે પનીરમાં ક્રીમ એડ કર્યા પછી વધારે સમય પકવવા ન દો નહીંતર ક્રીમ ફાટી જશે. હવે મલાઈ પનીરને ગરમા ગરમ પીરસી દો.

 

Latest Stories