Connect Gujarat
વાનગીઓ 

ખજૂરની ચા તમે ક્યારેય પીધી છે? ખજૂરની ચા પીવાના છે અનેક ફાયદાઓ....

ખજૂરની ચા તમે ક્યારેય પીધી છે? ખજૂરની ચા પીવાના છે અનેક ફાયદાઓ....

ખજૂરની ચા તમે ક્યારેય પીધી છે? ખજૂરની ચા પીવાના છે અનેક ફાયદાઓ....
X

ચા આપણા ભારતીયોની લાઈફસ્ટાઈલનો એક ખૂબ મહત્વનો ભાગ છે. તમે અત્યાર સુધીમાં ઘણા પ્રકારની ચા પી હશે. જેમ કે ગ્રીન ટી, બ્લેક ટી, જાસૂદની ચા, દૂધવાળી ચા, આ સિવાય પણ ચા ની એક લાંબી લિસ્ટ છે પરંતુ શું તમે ક્યારેય ખજૂરની ચા પીધી છે. આ ચા ને પીવાના ઘણા લાભ છે.

ખજૂરની ચા પીવાના ફાયદા

1. ખજૂરમાં એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. બીપીને કંટ્રોલમાં રાખે છે અને આમ તો આ ઓવરઓલ હાર્ટ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.

2. ખજૂરની ચા પીવાનો એક ખાસ હેતુ હોય છે ખાંડનું પ્રમાણ ઘટાડવુ. અમુક લોકો ખાંડ ખાવાનું ટાળે છે. ખાંડના સ્થાને આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે પરંતુ આર્ટિફિશિયલ સ્વીટનર પણ ઓવરઓલ હેલ્થ માટે ખૂબ નુકસાનકારક હોય છે. દરમિયાન જ્યારે તમે ખજૂરની ચા પીવો છો તો તમારે ખાંડની જરૂર પડતી નથી. તમને આનાથી મીઠાસ પણ મળી જાય છે અને તમને ઘણા બધા આના લાભ પણ મળે છે.

3. ખજૂરમાં મેગ્નેશિયમનું પ્રમાણ પણ હોય છે. જેનાથી તમારી ઈમ્યુનિટી મજબૂત થઈ શકે છે. આનાથી તમારુ મોસમી બીમારીઓની ચપેટમાં આવવાનું જોખમ ઘટી જાય છે.

4. અભ્યાસમાં જાણવા મળ્યુ કે ખજૂરમાં બીટા ડી ગ્લૂકેન નામનું કમ્પાઉન્ડ હાજર હોય છે જે શરીરની અંદર એક એન્ટી ટ્યૂમર ગતિવિધિને પ્રોત્સાહન આપવામાં ખૂબ ફાયદાકારક છે. ખજૂરમાં એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ ફ્રી રેડિકલ્સની ગતિવિધિઓને ઓછી કરવામાં મદદ કરે છે અને આ પ્રકારે કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

5. ખજૂરમાં સેલેનિયમ, મેગનીઝ, મેગ્નેશિયમ અને કોપરનું પ્રમાણ ભરપૂર હોય છે. આ તમામ પોષક તત્વ હાડકાના સ્વાસ્થ્યના વિકાસમાં મદદ કરે છે.

6. ખજૂરની ચા પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે કેમ કે ખજૂરમાં ફાઈબર હોય છે જે પેટ સંબંધિત બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે.

Next Story