Connect Gujarat
વાનગીઓ 

શું તમે ક્યારેય પાઈનેપલમાથી શીરો બનાવ્યો છે, તો ઘરે જ ટ્રાય કરો આ સરળ રેસીપી.

પાઈનેપલ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ફળ છે,

શું તમે ક્યારેય પાઈનેપલમાથી શીરો બનાવ્યો છે, તો ઘરે જ ટ્રાય કરો આ સરળ રેસીપી.
X

ખાસ કરીને ઉનાળાની ઋતુમાં લોકો નાળિયેર પાણી, સંતરા, તરબૂચ વગેરે ખાવાનું પસંદ કરતાં હોય છે. અને તેમાય તેમાથી બનાવેલી વાનગી કઇંક વધારે સ્વાદિષ્ટ બને છે, ત્યારે તમે કોઈ તેમાથી બનાવેલી સ્વીટ ખાધી છે,પાઈનેપલ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ફળ છે, જેનું નિયમિત સેવન કરવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. તમે રવાનો શીરો, અને બીજા ઘણા બધા પ્રકારના શીરા ખાધા હશે. પરંતુ આજે આપણે તેમાંથી ટેસ્ટી ડેઝર્ટ પાઈનેપલ શીરા વિષે જાણીશું.

સામગ્રી :-

1 કપ સોજી, 1/2 કપ ખાંડ, 3-4 ચમચી દેશી ઘી, 1 પાઈનેપલ, 5-6 કાજુ, ચપટી કેસર

પાઈનેપલ શીરો બનાવવાની રીત :-

એક પાઈનેપલને છોલી લો. સખત ભાગને વચ્ચેથી કાઢી લો અને બારીક કાપો. તેને મિક્સરમાં નાખીને પેસ્ટ બનાવો. એક પેનમાં સાકર અને પાઈનેપલ પેસ્ટ મિક્સ કરીને પકાવો.એક પેનમાં દેશી ઘી ગરમ કરો. તો બીજી બાજુ સોજીને થોડી સાંતળી અને બહાર કાઢી લો. તેમાં તૈયાર કરેલું પાઈનેપલ સીરપ ઉમેરો અને થોડી વાર શેકીને પકાવો.તો ઘી દેખાવા લાગશે. તેમાં કાજુ અને કેસર ઉમેરો. ત્યારે ધીમી આંચ પરથી ઉતારી લો. આ રીતે ઘરે જ બનાવો પાઈનેપલ શીરો...

Next Story