સ્વાદિષ્ટ લસણની સૂકી ચટણી બનાવવાની રીત

લસણની સૂકી ચટણી ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ ચટણી લસણ, સૂકું નારિયેળ, મગફળી, તલ અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ચટણીનો ઉપયોગ મહારાષ્ટ્રમાં વડા પાવ બનાવવામાં એટલો બધો થાય છે કે તે વડા પાવની ચટણીના રૂપે પણ ઓળખાય છે.

ચટણી
New Update

લસણની સૂકી ચટણી ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ ચટણી લસણ, સૂકું નારિયેળ, મગફળી, તલ અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ચટણીનો ઉપયોગ મહારાષ્ટ્રમાં વડા પાવ બનાવવામાં એટલો બધો થાય છે કે તે વડા પાવની ચટણીના રૂપે પણ ઓળખાય છે.

સામગ્રી:

 લસણની કળી, છીણેલું સૂકું નારિયેળ, તલ, શેકેલા મગફળીના દાણા,  લાલ મરચું પાઉડર, ધાણાજીરું, આંબલીની પેસ્ટ,  તેલ,મીઠું

બનાવવાની રીત નોંધી લો :



 કડાઈમાં છીણેલું સૂકું નારિયેળ નાખોં અને તેને ધીમી આંચ પર હલ્કું ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી લો.  ગેસને બંધ કરો અને તેને પ્લેટમાં કાઢો.તે જ કડાઇમાં તલ નાખોં અને જ્યારે તે ફૂટવા (તતડવા) લાગે ત્યાં સુધી સાંતળો (લગભગ ૩૦ સેકંડ માટે). તેને પણ પ્લેટમાં કાઢો.સાંતળેલું લસણ, સાંતળેલું નારિયેળ અને તલને ૫ મિનિટ માટે ઠંડુ થવા દો અને તેને મિકસરના જારમાં નાખોં. તેમાં શેકેલા મગફળીના દાણા, આંબલીની પેસ્ટ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું નાખોં.તેને હલ્કું દરદરૂ પીસી લો. ચટણીને ચાખો અને જો જરૂર લાગે તો વધારે મીઠું નાખોં.ચટણી તૈયાર છે. તેને એક નાના ડબ્બામાં કાઢો. તમે તેને ફ્રીજમાં ૧૫ દિવસ માટે રાખી શકો છો. વડા પાવ અથવા ઢોસા બનાવતી વખતે તેનો ઉપયોગ કરો.એક કડાઈ અથવા પેનમાં ધીમી આંચ પર ૧ ટીસ્પૂન તેલ ગરમ કરો અને તેમાં લસણની કળીઓ નાખીને ૧ મિનિટ માટે સાંતળો. ગેસને બંધ કરો અને તેને એક પ્લેટમાં કાઢો. તો તૈયાર છે લસણની સૂકી ચટણી. 

#વાનગી #લસણની ચટણી #ગુજરાતી વાનગી
Here are a few more articles:
Read the Next Article