/connect-gujarat/media/media_files/2025/07/27/milk-barfi-2025-07-27-16-51-04.jpg)
ભગવાન શિવને સફેદ ચીજ પ્રસાદ ભોગમાં ધરાવવી શુભ માનવામાં આવે છે. આથી શ્રાવણ માસમાં ઘરે દૂધ માંથી બનેલી શુદ્ધ અને સાત્વિક મિલ્ક બરફી બનાવી ભોળાનાથને ધરાવી શકાય છે. અહીંથી નોંધી લો રેસીપી.
શ્રાવણ માસ ચાલી ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવભક્તો સોમવારે ઉપવાસ રાખે છે, ભોળાનાથની પૂજા અર્ચના કરે છે. જો તમે પણ ભોળાનાથના ભક્ત છો અને તેમને ઘરમાં શુદ્ધ વસ્તુઓ સાથે તેમના માટે ભોગ પ્રસાદ બનાવવા માંગો છો, તો અહીં અમે તમારા માટે એક શ્રેષ્ઠ પ્રસાદ માટેની વાનગી લાવ્યા છીએ.
તમે ઘણી વખત બજારમાંથી દૂધમાંથી બનેલી સફેદ બરફી ખરીદી હશે. પરંતુ શું તમે જાણો છો કે તમે એકદમ હલવાઈ જેવી મિલ્ક બરફી ઘરે જ બનાવી શકો છો. તમે ઘરે મિલ્ક બરફી બનાવી ભગવાન શંકરને ભોગ ધરાવી શકો છો. ચાલો જાણીયે મિલ્ક બરફી બનાવવાની સરળ રીત.
હલવાઈ જેવી મિલ્ક બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં દૂધનો પાવડર લો. તેમાં ખાંડ અને દૂધ ઉમેરો. જ્યાં સુધી તે સંપૂર્ણપણે ભળી ન જાય ત્યાં સુધી તેને મિક્સ કરો.
હવે એક ગેસ પર કઢાઇમાં ઘી ઓગાળો, તેમા ઉપર મિક્સ કરેલી સામગ્રી રેડો, ગેસની આંચ ધીમી રાખો. આ મિશ્રણને ઘટ્ટ થવા દો. ગેસ ધીમો રાખો અને સતત હલાવતા રહો.
આ મિશ્રણ 10 મિનિટ સુધી બરાબર પકવવો, તેને વધુ પડતું શેકો નહીં. એકવાર ઠંડું થઈ જાય, પછી બરફીના કણકને બેકિંગ પેપરથી સજ્જ ટ્રેમાં સ્થાનાંતરિત કરો. તે પછી તેને હળવેથી દબાવી લો. તેની ઉપર પીસ્તાની ટુકડા મૂકી ફરી દબાવો.
આ મિલ્ક બરફીને 1 થી 2 કલાક સુધી સેટ થવા માટે ફ્રિજમાં મૂકો. મિલ્ક બરફી બરાબર જામી ગયા બાદ કટર વડે કટ કરો. તૈયાર છે તમારી હલવાઈ સ્ટાઈલની સફેદ બરફી.
Recipe | Shravan Month | Shravan month special | Lord Bholenath