Connect Gujarat
વાનગીઓ 

જો તમે પણ મેગી ખાવાના શોખીન છો, તો તેની આ અજીબ રેસિપી જોઈને તમે પણ દંગ રહી જશો!

બાળકો હોય કે મોટા, દરેકને મેગી ખાવાનું પસંદ હોય છે.

જો તમે પણ મેગી ખાવાના શોખીન છો, તો તેની આ અજીબ રેસિપી જોઈને તમે પણ દંગ રહી જશો!
X

બાળકો હોય કે મોટા, દરેકને મેગી ખાવાનું પસંદ હોય છે. તેને બનાવવાની રીત પણ દરેક માટે અલગ અલગ હોય છે. દિવસ હોય કે રાત, શિયાળો હોય કે ઉનાળો, આ નૂડલ્સ ખાવામાં કોઈ ખચકાતું નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ તેના શોખીન છો, તો આ કઇંક અજીબોગરીબ વાનગીઓ જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ બનાવવાની ટ્રાય કરશો, તો ચાલો જાણીએ તેની કેટલીક વિચિત્ર વાનગીઓ.

મેગી મિલ્ક શેક :-

ખાણીપીણીના શોખીનોના દિલમાં રહેલી મેગીને દૂધ સાથે ખાવામાં આવે તો કેવું લાગશે? તેના પર મેગી નાખીને મિલ્કશેક ખાવાની વિચિત્ર સ્ટાઈલ અને સ્વાદ બંને અજીબ લાગે.

મેગી પકોડા :-

મેગી પકોડા, હા તે ટ્રાય કરી શકાય જો તમે બટેટા અને ડુંગળીના પકોડા ખાયને કંટાળી ગયા હોય તો મેગીના પકોડા બનાવી શકાય, એતો સરળ રીતે ઘરે પણ બનાવી શકાય છે.

કોર્ન બ્રેડ અને મેગી :-

મકાઈની રોટલી હોય કે મેગી, બંને વસ્તુઓની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. આવી સ્થિતિમાં, જ્યારે આ બે વસ્તુઓ એક સાથે ખાવામાં આવે ત્યારે કેવું લાગશે? તાજેતરમાં મકાઈની રોટલી સાથે મેગી ખાવાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો.

મેગી પાણીપૂરી :-

પાણીપૂરી આમ ખાસ તો બધાને જ ભાવતી હોય છે, જ્યારે બટાકાના સ્ટફિંગને બદલે તેમાં મેગી ખાવામાં આવી રહી છે. અન્ય વિચિત્ર વાનગીઓની જેમ, મેગી ખાવાની આ રીત પણ ઘણી વિચિત્ર છે.

Next Story