દિવાળીની ડિનર પાર્ટીમાં આ સાઈડ ડિશ સામેલ કરો, હર કોઈ કરશે વખાણ.....

આ તહેવારમાં લોકો અનેક પ્રકારના દિવડાઓ અને ઘરમાં રંગોળી પૂરી આ તહેવારની ઉજવણી કરતાં હોય છે.

New Update
દિવાળીની ડિનર પાર્ટીમાં આ સાઈડ ડિશ સામેલ કરો, હર કોઈ કરશે વખાણ.....

દિવાળીનો તહેવાર એ વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારમાં લોકો અનેક પ્રકારના દિવડાઓ અને ઘરમાં રંગોળી પૂરી આ તહેવારની ઉજવણી કરતાં હોય છે. આ તહેવારની ઉજવણી અલગ અલગ સ્વાદિષ્ટ ભોજન બનાવીને પણ મનાવવામાં આવે છે. આજકાલ દિવાળી પર ડિનર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં આલુ પૂરી, છોલે, પનીર અને અનેક પ્રકારની મીઠાઈ જેમ ગુલાબ જાંબુ, રસગુલ્લા, વગેરે. જો તમારા ઘરે પણ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, તો તમે પણ આ પ્રકારના અલગ અલગ ભોજન બનાવીને મહેમાનોનું સ્વાગત કરી શકો છો.

પનીર ટિક્કા

પનીર ટિક્કા શાકાહારીનું શ્રેષ્ઠ સ્ટાર્ટર માનવામાં આવે છે. તેનો સ્વાદ ખૂબ જ અદ્ભુત છે. બાળકોથી માંડીને તમામને આ ખૂબ જ પસંદ આવે છે. તમે પણ ડિનર પાર્ટીમાં મહેમાનો માટે પનીર ટિક્કા બનાવી શકો છો.

વેજ કબાબ

હવે શાકભાજીમાંથી બનેલા વેજ કબાબ પણ બજારમાં ઉપલબ્ધ છે. જે લોકો નોન વેજ નથી ખાતા તેમના માટે સોયાબીનમાંથી બનેલી વસ્તુઓ બેસ્ટ ઓપસન છે. તમે વટાણા અને સોયાબીનના વેજ કબાબ બનાવી શકો છો.

સ્વીટ કોર્ન ચાટ

આ સ્વાસ્થ્ય માટે સારો અને એક સ્વાદિષ્ટ નાસ્તો છે જે દરેક વ્યકતી ખાય શકે છે. સુગરના દર્દીઓ પણ આ વાનગીને ખાઈ શકે છે. જો તમે કઈક ખાસ કરવા માંગતા હોવ તો શાકભાજી સાથે તૈયાર કરેલી સ્વીટ કોર્ન ચાટ ખાઈ શકો છો.

જામુન મોજીટો

પીણાંમાં તમે જામુન મોજીટો બનાવી શકો છો. કાળા જાંબુનો રસ, લીંબુ, કાળું મીઠું, અને સોડા મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેમાં બરફનો ઉપયોગ વૈકલ્પિક છે. પરંતુ આ અનોખા પીણાંથી બમણું સેલિબ્રેશન થઈ જશે.

Latest Stories