Connect Gujarat
વાનગીઓ 

શું તમે જે મધ ઘરે લઈને આવો છો તે શુધ્ધ છે? આ 3 રીતથી ચકાશો તમારું મધ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત...

મધ લગભગ બધાના ઘરોમાં હોય જ છે. મધનો ઉપયોગ હર એક ઘરમાં કરવામાં આવે છે. લોકો ખાંડના વિક્લ્પમાં મધનો ઉપયોગ કરે છે.

શું તમે જે મધ ઘરે લઈને આવો છો તે શુધ્ધ છે? આ 3 રીતથી ચકાશો તમારું મધ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત...
X

મધ લગભગ બધાના ઘરોમાં હોય જ છે. મધનો ઉપયોગ હર એક ઘરમાં કરવામાં આવે છે. લોકો ખાંડના વિક્લ્પમાં મધનો ઉપયોગ કરે છે. રસોઈ સિવાય મધ પુજા માં અને પંચામૃત બનાવવામાં પણ થાય છે. ઘણા લોકો મધની શુધ્ધતા ચકાસ્યા વગર ભેળસેળયુક્ત મધનું સેવન કરતા રહે છે અને તેમને આ વાતનો ખ્યાલ નથી હોતો. આવી સ્થિતિમાં, આજે અમે તમને ઘરે મધની શુદ્ધતાના પરીક્ષણ વિશે જણાવીશું. આ ટિપ્સની મદદથી, તમે ઘરે સરળતાથી મધની શુદ્ધતા ચકાસી શકો છો.

ટીશ્યુ પેપર વડે મધની શુદ્ધતા ચકાસો

તમે ટીશ્યુ પેપર વડે મધની શુદ્ધતા ચકાસી શકો છો. હવે તમે વિચારી રહ્યા હશો કે ટિશ્યુ પેપર વડે મધની શુદ્ધતા કેવી રીતે ચપાસી શકાય, તો ચાલો આજે અમે તમને જણાવીએ. એક ટિશ્યુ પેપર લો અને તેમાં મધના થોડા ટીપાં નાખીને થોડીવાર રહેવા દો. થોડા સમય પછી, ટીશ્યુ પેપર તપાસો કે મધ સંપૂર્ણ રીતે શોષાઈ ગયું છે કે નહીં. જો કાગળ મધને શોષી લે તો જાણી લો કે મધ ભેળસેળયુક્ત છે અને જો મધ કાગળની ઉપર જ જમા થઈ જાય છે તો જાણી લો કે મધ શુદ્ધ છે.

મેચસ્ટિક વડે મધની શુદ્ધતા ચકાસો

તમે મેચસ્ટિક વડે મધની શુદ્ધતા પણ ચકાસી શકો છો, આ પદ્ધતિ ખૂબ જ સરળ છે, આ માટે તમારે કંઈ કરવાની જરૂર નથી, માત્ર એક મેચસ્ટિક લઈને તેને મધમાં પલાળી દો. પછી તરત જ સળગાવી દો, જો મેચસ્ટિક તરત જ સળગી જાય તો મધમાં ભેળસેળ નથી અને જો મેચસ્ટિક સળગાવવામાં થોડો સમય લાગે અથવા સળગે જ નહીં તો જાણી લો કે મધ ભેળસેળયુક્ત છે અને તેમાં પાણી ભેળવેલું છે.

બ્રેડ સાથે મધની શુદ્ધતા ચકાસો

દરેક ઘરમાં બ્રેડ હોય છે, તમે બ્રેડની મદદથી મધની શુદ્ધતા સરળતાથી ચકાસી શકો છો. તમે બ્રેડમાં મધ નાખીને શુદ્ધતા ચકાસી શકો છો. આ માટે, બ્રેડનો ટુકડો લો અને તેમાં મધના થોડા ટીપાં ઉમેરો અને થોડીવાર માટે છોડી દો. થોડા સમય પછી જોઈશું કે બ્રેડ પર મધ છે કે નહીં. જો બ્રેડમાં મધ મિક્સ થઈ જાય અને બ્રેડ ભીની થઈ જાય તો જાણી લો કે મધમાં ભેળસેળ છે અને જો બ્રેડ ભીની ન હોય તો મધ શુદ્ધ છે.

Next Story