વ્રતમાં આ વાનગી આપશે શક્તિ, જાણો બનાવવાની ખાસ રીત

સાબુદાણા પચવામાં સરળ રહે છે અને તેની ખીચડીનો સ્વાદ તમને ઉપવાસનો આભાસ થવા દેતો નથી.

New Update

સાબુદાણા પચવામાં સરળ રહે છે અને તેની ખીચડીનો સ્વાદ તમને ઉપવાસનો આભાસ થવા દેતો નથી. આ સાથે તે પચવામાં સરળ હોવાથી તમને અન્ય કોઈ સમસ્યા થતી નથી. આ સિવાય શરીરને પોષણ પણ સરળતાથી મળી રહે છે. તો જાણો તેને બનાવવાની સરળ રીત અને કરો ટ્રાય.

સામગ્રી: 250 ગ્રામ સાબુદાણા(ધોઈ ને ૪ કલાક પલાળેલા), 200 ગ્રામ બટાકા, 25 ગ્રામ સિંગ, 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ, 2 ટેબલ સ્પૂન તેલ, 1 ટેબલ સ્પૂન લાલ મરચું, 1 નંગ લીંબૂનો રસ, સિંધવ મીઠું સ્વાદાનુસાર

ગાર્નીશિંગ માટે: દાડમના દાણા, ફરાળી ચેવડો, ઝીણી સમારેલી કોથમીર, મસાલા શીંગનો ભૂકો

સાબુદાણાની ખિચડી બનાવવાની રીત: સૌ પહેલાં પલાળેલા સાબુદાણામાં એકાદ સ્પૂન તેલ નાખી તેને વરાળથી બાફી લો. આમ કરવાથી સાબુદાણા ચોટશે નહીં. હવે એક કઢાઈમાં સહેજ તેલ મુકી તેમાં મીઠો લીમડો અને જીરૂનો વઘાર કરો. સાબુદાણા નાખીને લગભગ 10-12 મિનિટ માટે સાંતળો. તેલમાં સિંગને પણ સાંતળી લો. બાદમાં તેને બહાર કાઢી લો. હવે બાફેલા બટાકાના ટુકડાં, સિંધવ મીઠું, મરચું, લીંબુનો રસ, દળેલી ખાંડ અને તળેલી સિંગ ઉમેરી બરોબર હલાવી લો. ખીચડીને બાઉલમાં કાઢી દબાવીને અનમોલ્ડ કરો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર, દાડમના દાણા અને ફરાળી ચેવડાથી ગાર્નીશ કરી સર્વ કરો.

Latest Stories