/connect-gujarat/media/media_files/2025/07/23/whatsapp-image-2025-07-23-16-18-33.jpeg)
ચોમાસામાં બીમારીનું જોખમ વધુ રહે છે. વરસાદની સિઝનમાં પરિવારના લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવું એ મહિલાઓ માટે મોટો પડકાર હોય છે.
આવી સિઝનમાં બહારના ખોરાક ખાવાનું લોકો ટાળતા હોય છે. ત્યારે સાંજની રસોઈમાં કઈ વાનીગ બનાવું કે જે બાળકો અને ઘરના વડીલોને પણ પસંદ હોય તો તેનો જવાબ છે ચીઝ સોજી ટોસ્ટ.
આજના લેખમાં તમને ઝટપટ તૈયાર થતી અને સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી ચીઝ સોજી ટોસ્ટની રેસીપી જણાવીશું. આ વાનગી થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જતાં તમે પરિવાર સાથે આનંદથી સમય પસાર કરી શકો છો.
આ વાનગીમાં તમે સ્વાદ મુજબ મીઠું, કાળા મરી, તેમજ બાફેલા મકાઈના દાણા, ઝીણાં સમારેલા લીલા મરચાં અને કોથમીરની સામગ્રી લેવાની રહેશે. તમે ચીઝ બાળકો અને પરિવારની પસંદગી મુજબ વધારે અને ઓછો ઉપયોગ કરી શકો છો.
- 1 કપ સોજી
- અડધો કપ દહીં
- 1 મધ્યમ સમારેલી ડુંગળી
- 1 કપ નાના ઝીણા સમારેલ ટામેટા
- 1/4 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ
- 1/2 કપ ચીઝ
- 4 થી 6 બ્રેડ સ્લાઈસ
- માખણ અથવા ઘી: ટોસ્ટિંગ માટે
ચીઝ સોજી ટોસ્ટ બનાવવાની રીત :
- આ વાનગી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં સોજી લો અને તેમાં દહીં ઉમેરો. ત્યારબાદ જરૂર પડે તેટલું પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવી આ મિશ્રણને હલાવો. સોજી હોવાના કારણે તમારે આ મિશ્રણમં હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો. (યાદ રાખો કે આ મિશ્રણને તમારે ખીરાં જેટલું પાતળું કરવાનું નથી.)
- આ મિશ્રણને થોડું ઘટ્ટ રાખી હલાવ્યા બાદ તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, મકાઈ, લીલા મરચા, ધાણાજીરા, મીઠું અને કાળા મરી ઉમેરો. આ ઉપરાંત તમે મનપસંદના શાકભાજી ઝીણાં સમારીને આ બેટરમાં નાખી શકો છો. હવે આ ઘટ્ટ મિશ્રણને 15 મિનિટ માટે એરટાઈટ વાસણ ઢાંકી થોડી વાર રેસ્ટ કરવા દો. થોડી વાર બાદ સોજી ફૂલી જશે એટલે આ મિશ્રણ વઘુ ઘટ્ટ બનશે.
- મિશ્રણને એક જ દિશામાં હલાવવાથી તે સ્મૂથ બનશે. હવે તમે બ્રેડ સ્લાઈસ લઈ તૈયાર કરેલુ બેટર તેના પર યોગ્ય રીતે ફેલાવી દો. પછી તમે તેના પર છીણેલું ચીઝ ઉમેરો. સ્વાદ વધારવા ચીઝ સાથે ચીલી ફ્લેક્સ અથવા ઓરેગાનો ઉપરથી નાખી શકો છો.
- હવે એક નોન-સ્ટીક તવા પર થોડું માખણ અથવા ઘી ગરમ કરો. બ્રેડને તવા પર બેટર બાજુ ઉપર રાખીને મૂકો અને તેને ઢાંકી દો અને ધીમા તાપે શેકો. જ્યારે નીચેની બાજુ સોનેરી થઈ જાય, ત્યારે બ્રેડને પલટાવી દો અને હવે બેટર બાજુ થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
- તમારે ધ્યાન રાખવું પડશે કે ચીઝ સારી રીતે ઓગળી જાય. થોડી જ મિનિટમાં તૈયાર થઈ ગયા તમારા ચીઝ સોજી ટોસ્ટ. આ વાનગીને તમે સોસ, મેયોનેઝ કે પછી લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. ઘરે સરળ રીતે બનાવો આ વાનગી બાળકો બહારની પિઝા ખાવાનું ભૂલી જશે.
Homemade Recipe | tasty food | Kitchen Hacks | cheese