Connect Gujarat
વાનગીઓ 

ઓવન વગર ઘરે બનાવો ચોકલેટ કેક, આ કેક ખાઈ બહારની કેક ભૂલી જશો

જેને બેકિંગ નથી આવડતી તે પણ આ કેક બનાવી શકે છે. કારણ કે આજે આપણે કેક બેક કરીને નહીં પરંતુ બાફીને બનાવીશું

ઓવન વગર ઘરે બનાવો ચોકલેટ કેક, આ કેક ખાઈ બહારની કેક ભૂલી જશો
X

કેકનું નામ સાંભડતા જ મોઢામાં પાણી આવી જાય છે ને એમાંય ચોકલેટ કેક તો બધાની ફેવરિટ હોય જ છે. આ કેક તમે ઘરના કે ફ્રેડ્સ ના બર્થડે અથવા એનિવર્સરી પર બનાવી શકો છો. જેને બેકિંગ નથી આવડતી તે પણ આ કેક બનાવી શકે છે. કારણ કે આજે આપણે કેક બેક કરીને નહીં પરંતુ બાફીને બનાવીશું. તો ફટાફટ રેસીપી નોટ કરી લો.

ચોકલેટ કેક બનાવવાવી સામગ્રી:-

મેંદાનો લોટ 1 કપ

કોકો પાવડર 1/3 કપ

ખાંડ ¾ કપ

બેકિંગ પાવડર ½ ચમચી

બેકિંગ સોડા ¼ ચમચી

દુશ 1 કપ

તેલ ¼ કપ

લીંબુનો રસ ½ ચમચી

વેનીલા એસેન્સ ½ ચમચી

મીઠું 1 ચપટી

ડાર્ક ચોકલેટ 150 ગ્રામ

માખણ ½ ચમચી

ચોકલેટ કેક બનાવવાની રીત:-

· ચોકલેટ કેક બનાવવા માટે સૌ પ્રથમ એક ઢોકરિયામાં 3થી 4 ગ્લાસ પાણી મૂકો. અને વચ્ચે કાંઠો મૂકી પાણી ગરમ થવા દો.

· હવે એક વાસણમાં મેંદાનો લોટ, કોકો પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, પીસેલી ખાંડ નાખી ચાળી લો.

· ત્યાર બાદ ચમચા વડે બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડું તેલ, વેનીલા એસેન્સ, ચપટી મીઠું, લીંબોનો રસ અને દૂધ નાખી બરાબર મિક્સ કરી લો.

· આમ બધુ દૂધ બરાબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ વાસણમાં નાખો એક બે વખત બરાબર ઠપઠપવો.

· ત્યાર બાદ તેના પર સિલ્વર ફોઈલ લગાવીને તેને ઢોકરિયામાં મૂકી દો. હવે તેને 50 થી 60 મિનિટ સુધી ચડવા દો. 50 મિનિટ પછી ગેસ બંધ કરી દો. અને સિલ્વર ફોઈલને બહાર કાઢી કેક બહાર કાઢી લો.

· એક બે કલાક કેકને ઠંડો થવા દો. કેક સાવ ઠંડો થઇ જાય પછી તેને ડિમોલ્ડ કરી બિલકુલ ઠંડો થવા દો.

· હવે ગેસ પર એક વાસણમાં પાણી ગરમ મૂકો. હવે બીજા વાસણ માં ચોકલેટના ટુકડા, માખણ અને દુશ નાખી ચોકલેટને બરાબર ઓગાળી લો.

· ચોકલેટ ઓગળી જાય એટલે વાસણ બહાર કાઢી ચોકલેટને થોડી ઠંડી કરી લો. ચોકલેટ થોડી ઠંડી થાય ત્યાર બાદ તેને તૈયાર કેક પર નાખી દો. અને ફ્રીજમાં સેટ થવા મૂકી દો. તો તૈયાર છે ચોકલેટ કેક...

Next Story