Connect Gujarat
વાનગીઓ 

ડિનરમાં બનાવો સ્વાદિષ્ટ ફણસ કોરમા, ઓછા સમયમાં જલ્દીથી થાઈ છે તૈયાર

ટેસ્ટી ફૂડ સૌ કોઈને પસંદ હોય છે. સવારના નાસ્તાથી લઈને રાત્રિના ભોજન સુધી, લોકો વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન જમે છે.

ડિનરમાં બનાવો સ્વાદિષ્ટ ફણસ કોરમા, ઓછા સમયમાં જલ્દીથી થાઈ છે તૈયાર
X

ટેસ્ટી ફૂડ સૌ કોઈને પસંદ હોય છે. સવારના નાસ્તાથી લઈને રાત્રિના ભોજન સુધી, લોકો વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન જમે છે. લોકોને રાત્રિના સમયમાં વિવિધ પ્રકારના શાકભાજી ખાવાનું પસંદ હોય છે. ભીંડી મસાલા, પનીર, સેવ ટામેટા જેવા શાકભાજીનો આનંદ માણવો સૌ કોઈને ગમે છે. તેવી જ રીતે વેજીટેબલ ફણસ કોરમા બનાવવામાં આવે છે. જો ફણસ કોરમા સારી રીતે તૈયાર કરવામાં આવે તો તેના સ્વાદ સામે બીજી વાનગીઓ નિસ્તેજ બની જાય છે. તો ચાલો આજે તમને સ્વાદિષ્ટ ફણસ કોરમા બનાવવાની રેસેપી વિષે જણાવીએ.

ફણસ કોરમા બનાવવાની સામગ્રી

  1. બાફેલુ ફણસ 1
  2. 1 ચમચી લાલ મરચું પાવડર
  3. 1 ચમચી જીરું પાવડર
  4. ½ ચમચી ધાણા જીરું પાવડર
  5. ઝીણી સમારેલી ડુંગળી
  6. 1 ચમચી આદું લસણની પેસ્ટ
  7. 2 ચમચી તેલ અથવા ઘી
  8. ½ ચમચી ગુલાબજળ
  9. ½ હળદર પાવડર
  10. 2 ચમચી દહીં
  11. 10 ગ્રામ બદામ
  12. 3 કાજુ
  13. 1 ટુકડો તજ
  14. 2 ઇલાઈચી
  15. 2 તમાલ પત્ર
  16. મીઠું સ્વાદ અનુસાર

ફણસ કોરમા બનાવવાની રીત

ફણસ કોરમા બનાવવા માટે એક કડાઈમાં તેલ મૂકી તેને ગરમ કરવા માટે રાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. આ પછી, ડુંગળી અને તમાલપત્ર ઉમેરો અને તેને ફ્રાય કરો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેને લગભગ પાંચ મિનિટ માટે ફ્રાય કરો. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો ઉમેરો અને લગભગ 2 મિનિટ સુધી સતત હલાવતા રહો. આ મિશ્રણમાં ટામેટાની પેસ્ટ ઉમેરો અને બધા મસાલાને સારી રીતે ફ્રાય કરો. હવે તેમાં માખણ નાખીને બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય કરો. આ પછી તેમાં કસુરી મેથી, મીઠું, ખાંડ ઉમેરીને બરાબર હલાવો. હવે આ ગ્રેવીમાં પહેલાથી જ બાફેલા ફણસને નાખો અને ફણસ સાથે મસાલાને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં દોઢ કપ પાણી નાંખો અને ઢાંકીને લગભગ પાંચ મિનિટ સુધી ધીમી આંચ પર ચઢવા દો, તમારું સ્વાદિષ્ટ ફણસ કોરમા તૈયાર થઈ જશે.

Next Story