ઉનાળામાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ શ્રીખંડ, આ રહી સરળ રેસિપી

ઉનાળાનું આગમન થતા જ દરેક ભારતીય ઘરોમાં કેરીનો રસ અને શ્રીખંડ ખાવામાં આવે છે. તો આજે અમે તમને બજાર જેવો શ્રીખંડ ઘરે બનાવવાની સરળ રેસિપી જણાવીશું.

New Update
SHRIKHNAD

ઉનાળાનું આગમન થતા જ દરેક ભારતીય ઘરોમાં કેરીનો રસ અને શ્રીખંડ ખાવામાં આવે છે. તો આજે અમે તમને બજાર જેવો શ્રીખંડ ઘરે બનાવવાની સરળ રેસિપી જણાવીશું.

ઉનાળામાં ગરમી પડતાની સાથે જ શ્રીખંડ ખાવાનું મન દરેક માણસને થતું હોય છે. ત્યારે ઘરે શ્રીખંડ બનાવવો ખૂબ જ સરળ છે. શ્રીખંડ બનાવવા માટે દહીં, ખાંડ, કેસર, બદામ, પિસ્તા સહિતની સામગ્રીની જરુરત પડશે.

શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલા દહીંને કોટનના કપડામાં આશરે 4-5 કલાક માટે લટકાવી રાખો. જેથી વધારાનું પાણી નીકળી જાય. તમે ઈચ્છો તો દહીંને સાંજે કપડામાં લટકાવી શકો છો.

હવે પાણી નીકળી જાય પછી દહીંને એક વાસણમાં લો. તેમાં ખાંડ, કેશર અને ઈલાયચી પાઉડર ઉમેરો. આ સાથે જ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.

આ તમામ મિશ્રણને સારી રીતે મિક્સ કરો જેથી સ્મુધ પેસ્ટ બની જાય. હવે તમે શ્રીખંડમાં અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રુટ, ચોકલેટ ચીપ્સ ઉમેરી શકો છો. તેમજ અલગ અલગ પ્રકારના એસેન્સ ઉમેરી વિવિધ ફ્લેવરનો શ્રીખંડ બનાવી શકો છો.

શ્રીખંડ હવે તૈયાર થઈ ગયો છે. આ શ્રીખંડને તમે ફ્રીજરમાં રાખીને પણ સર્વ કરી શકો છો. આ શ્રીખંડને તમે પુરી કે રોટલી સાથે સર્વ કરી શકો છો. તેમજ શ્રીખંડને સ્ટોર પણ કરી શકો છો.

Latest Stories