Connect Gujarat
વાનગીઓ 

દિવાળીમાં બનાવો હલવાઇ સ્ટાઈલ ગુલાબજાંબુ, આ ટ્રિક અજમાવશો તો જરાય નહીં ફાટે ગુલાબજાંબુ....

આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ થઇ રહી છે, ત્યાં લોકો વિચારે છે કે બહારના બદલે ઘરે જ કંઇકને કંઇક બનાવીએ. માર્કેટની મીઠાઇ પર તો વિશ્વાસ જ ન કરી શકાય

દિવાળીમાં બનાવો હલવાઇ સ્ટાઈલ ગુલાબજાંબુ, આ ટ્રિક અજમાવશો તો જરાય નહીં ફાટે ગુલાબજાંબુ....
X

આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ થઇ રહી છે, ત્યાં લોકો વિચારે છે કે બહારના બદલે ઘરે જ કંઇકને કંઇક બનાવીએ. માર્કેટની મીઠાઇ પર તો વિશ્વાસ જ ન કરી શકાય. તેથી જો તમે પણ દિવાળી માટે ઘરે મીઠાઇ બનાવો તો વધુ સારુ રહે. ઘણીવાર તે વાતને લઇને પણ લોકોની ફરિયાદ હોય છે કે ઘરે વસ્તુઓ પરફેક્ટ નથી બનતી. તેમાંથી જ એક છે ગુલાબ જાંબુ. જે લોકો માર્કેટમાંથી જ લાવીને ખાવાનું પસંદ કરે છે. આજે અમે તમને ગુલાબ જાંબુની રેસિપીની સાથે જ કેટલીક ટ્રિક્સ પણ જણાવીશું, જેને ફોલો કરીને તમે ગુલાબ જાંબુ એકદમ મુલાયમ અને સ્વાદિષ્ટ બનશે.

ગુલાબ જાંબુ બનાવવાની સામગ્રી

· 1 કપ માવો

· ઇલાયચી- 3-4

· ડ્રાય ફ્રૂટ્સ- જરૂર મુજબ

· ઘી- 2 કપ

· પામઈ- 3 કપ

· બેકિંગ સોડા- ચપટી

ગુલાબ જાંબુ બનાવવાની રેસેપી

· ગુલાબ જાંબુ બનાવવા માટે માવાને સારી રીતે મેશ કરી લો. તે બાદ માવામાં બેકિંગ સોડા નાંખીને કણક જેવું બનાવી લો.

· કણકને સોફ્ટ રાખવા માટે તેમાં 2 ટીપાં ઘી નાંખી દો. તે વાતનું ધ્યાન રાખો કે કણક વધુ ટાઇટ ન હોય.

· કણક તૈયાર કર્યા બાદ ગુલાબ જાંબુ તૈયાર કરી લો. જેટલાં મોટા ગુલાબ જાંબુ બનાવવા માંગતા હોય તેટલો આકાર આપો.

· હવે કડાઇમાં ઘી નાંખો અને તેને સારી રીતે ગરમ કરી લો. તે બાદ ગેસને ધીમી આંચ પર રાખો અને ગુલાબ જાંબુ ફ્રાય કરી લો.

· બીજી તરફ ચાસણી બનાવવા માટે પાણી અને ખાંડ મિક્સ કરીને ગેસ પર મુકો. જો તમે સારો ટેસ્ટ લાવવા માંગતા હોય તો ચાસણી બનાવતી વખતે ઇલાયચી પાઉડર જરૂર નાંખો.

· હવે ગુલાબ જાંબુ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

· ફ્રાય કર્યા બાદ ગુલાબ જાંબુને ચાસણીમાં નાંખો.

· હવે ચાસણીમાં ગુલાબ જાંબુને નાંખીને થોડીવાર માટે ઢાંકીને રાખી દો.

· હવે ગુલાબ જાંબુને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Next Story