Connect Gujarat
વાનગીઓ 

મેંદાના બદલે સોજીથી બનાવો ખસ્તા કચોરી, ક્રંચ અને ટેસ્ટ એવો કે ભૂલી નહીં શકો....

ગરમાગરમ કચોરી જોઇને બધાના મોઢામાં પાણી આવી જાય છે. સમય ગમે તે હોય કચોરીનો સ્વાદ માણવા માટે સૌકોઇ તૈયાર હોય છે.

મેંદાના બદલે સોજીથી બનાવો ખસ્તા કચોરી, ક્રંચ અને ટેસ્ટ એવો કે ભૂલી નહીં શકો....
X

ગરમાગરમ કચોરી જોઇને બધાના મોઢામાં પાણી આવી જાય છે. સમય ગમે તે હોય કચોરીનો સ્વાદ માણવા માટે સૌકોઇ તૈયાર હોય છે.સામાન્ય રીતે મેંદાના લોટમાંથી કચોરી બનાવવામાં આવે છે, પરંતુ જો તમે ઇચ્છો તો સોજીની કચોરીનો સ્વાદ પણ માણી શકો છો. સ્ટ્રીટ ફૂડ તરીકે કચોરીને દેશભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે કચોરીની અનેક વેરાયટી લોકપ્રિય છે. આલૂ કચોરી પણ તેમાંથી એક છે. તમે ખૂબ જ સરળ રેસિપીથી ટેસ્ટી સોજીની કચોરી બનાવી શકો છો. ચાલો તમને જણાવીએ રેસિપી.

સોજીની કચોરી બનાવવા માટેની સામગ્રી

· સોજી- 1 કપ

· બાફેલા બટાકા- 2થી 3

· લીલા મરચા- આદુની પેસ્ટ- 1 ચમચી

· કાશ્મીરી લાલ મચરુ પાઉડર- 1/2 ચમચી

· આમચૂર પાઉડર- 1/2 ચમચી

· ગરમ મસાલો- 1/2 ચમચી

· સમારેલી કોથમીર- 2 ચમચી

· અજમો- 1/4 ચમચી

· હીંગ- 1 ચપટી

· હળદર- 1/4 ચમચી

· વરિયાળી- 1/2 ચમચી

· પીસેલા ધાણા- 1/2 ચમચી

· જીરુ- 1 ચમચી

· તેલ- જરૂરિયાત મુજબ

· મીઠુ- સ્વાદાનુસાર

સોજીની કચોરી બનાવવાની રીત

· સોજીની કચોરી બનાવવા માટે એક કડાઇમાં 2 ચમચી તેલ નાંખીને મીડિયમ આંચ પર ગરમ કરો.

· તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં જીરુ, ધાણા, વરિયાળી નાંખીને થોડી વાર શેકો. તે બાદ મસાલામાં સમારેલા લીલા મરચા અને આદુની પેસ્ટ નાંખીને મિક્સ કરો.

· થોડી વાર સુધી શેક્યા પછી કડાઇમાં હળદર, લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો, આમચૂર અને એક ચપટી હિંગ નાંખી દો.

· જ્યારે મસાલામાંથી સુગંધ આવવા લાગે ત્યારે બાફેલા બટાકાને છૂંદીને કડાઇમાં નાંખી દો.

· તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દો. તે બાદ સ્ટફિંગમાં સ્વાદાનુસાર મીઠુ નાંખી દો.

· છેલ્લે કોથમીર નાંખીને મિક્સ કરો અને ગેસ બંધ કરીને બટાકાના સ્ટફિંગને એક બાઉલમાં કાઢી લો. હવે એક વાસણમાં 2 કપ પાણી નાંખો અને તેમાં અજમો, 1 ચમચી તેલ અને ચપટી મીઠુ નાંખો.

· એક પેનમાં પાણી ઉકળવા માટે મૂકો. પાણી જ્યારે ઉકળવાનું શરૂ થઇ જાય તો ગેસની ફ્લેમ ધીમી કરી દો અને તેમાં સોજી ધીમે ધીમે કરીને પાણીમાં નાંખતા જાવ અને ચમચીની મદદથી મિક્સ કરતા જાવ.

· હવે વાસણને ઢાંકી દો અને ધીમી આંચ પર જ સોજીને 3થી 4 મિનિટ સુધી ચડવા દો.

· તે બાદ સોજી ચડી જાય પછી તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લો અને તેને ઠંડુ થવા દો. જ્યારે સોજી ઠંડી થઇ જાય તો તેને હાથથી મસળીને નરમ અને સ્મૂધ લોટ તૈયાર કરી લો.

· લોટ તૈયાર થઇ જાય પછી તેનો લુવો બનાવો અને તેને ચપટુ કરીને કિનારીથી દબાવીને વાટકી જેવો આકાર આપો.

· હવે તેની વચ્ચે બટાકાનું સ્ટફિંગ ભરીને તેને બધી બાજુથી બંધ કરીને કચોરી જેવો આકાર આપો.

· ધીમે-ધીમે દબાવતા જાવ અને હથેળીની મદદથી થોડી ચપટી કચોરી જેવો આકાર આપી દો.

· આ રીતે બધી રવા કચોરી બનાવી લો.

· કડાઇમાં તેલ નાંખીને ગરમ કરો અને તેમાં સોજીની કચોરી નાંખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

· આ રીતે ટેસ્ટી સોજીની કચોરી બનીને તૈયાર છે. તેને લીલી ચટની સાથે સર્વ કરો.

Next Story