/connect-gujarat/media/media_files/2025/08/03/makhana-kheer-2025-08-03-15-41-43.jpg)
મખાનામાં પ્રચૂર માત્રામાં પોષકતત્વો રહેલા હોવાથી સુપરફૂડ કહેવાય છે. આ સુપરફૂડમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ તેમજ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોવાના કારણે તે ઉર્જા વધવારવા માટેનો લેવાતા આહારનું પાવરહાઉસ છે.
દરરોજ મખાનાનું સેવન રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ઉપવાસના દિવસોમાં દૂધ સાથે મખાનાનું સેવન સારો ફાયદો આપે છે.
દૂધ સાથે મખાનાનું સેવન કરવાથી ઉપવાસના દિવસોમાં શરીરમાં આવતી નબળાઈ દૂર કરવામાં મદદ મળે છે. હવે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે આ દિવસોમાં તમે મખાનાની ખીરનું સેવન કરી સરળતાથી ઉપવાસનું વ્રત કરી શકશો. આજની રેસીપીની વાનગીમાં મખાનાની ખીર બનાવવાની સરળ રીત જણાવીશું.
- આ વાનગી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં મખાના ઉમેરી થોડીવાર સાંતળી લો. મખાનામાં રહેલ ભેજ દૂર થાય ત્યાં સુધી તેને સાંતળ્યા બાદ એક વાસણમાં કાઢી લો.
- હવે આમાંથી થોડા મખાનાને મિકસરમાં ક્રશ કરી પાઉડર બનાવો. ત્યારબાદ કઢાઈમાં ઘી મૂકી સાધારણ ગરમ કરો પછી તેમાં કાજુ અને બદામના ટુકડા નાખી 5 થી 7 મિનિટ સુધી સાંતળો. પછી આ ડ્રાયફ્રૂટ બહાર કાઢી તેમાં આ જ કઢાઈમાં દૂધ નાખો.
- દૂધને થોડીવાર ઉકાળો. થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખી ફરી થોડીવાર દૂધને ઉકાળો. પછી આ દૂધમાં મખાનાનો ક્રશ કરેલો પાઉડર નાખો. અને ત્યારબાદ સાંતળેલા ડ્રાયફ્રૂટ કાજુ-બદામ અને જાયફળનો પાઉડર ઉમેરો. પછી આ મિશ્રણમાં આખા રાખેલા મખાના ઉમેરો. તૈયાર થઈ ગઈ મખાનાની ખીર. આ ખરીરને હવે રૂમ ટેમ્પરેચર પર નરમ થવા દો. ત્યારબાદ તેનું સેવન કરો.
Makhana | Makhana benefits | healthy Makhana | health benefits of Makhana | Makhana kheer