Connect Gujarat
વાનગીઓ 

નાસ્તામાં ઘરે જ બનાવો પિઝા ટોસ્ટની સરળ વાનગી, બાળકોને બહુ ભાવશે...

બાળકો માટે ટિફિનમાં દરરોજ શું બનાવવું એ વિચાર થતો હોય છે,

નાસ્તામાં ઘરે જ બનાવો પિઝા ટોસ્ટની સરળ વાનગી, બાળકોને બહુ ભાવશે...
X

બાળકો માટે ટિફિનમાં દરરોજ શું બનાવવું એ વિચાર થતો હોય છે, અને બાળકો પણ એક ને એક નાસ્તો ખાઈને કંટાળી જાય છે, ત્યારે એક નવી જ વાનગી ટ્રાય કરો જે સરળતાથી ઘરે બનાવી શકાય છે, અને બાળકોને ભાવશે પણ તો બનાવો આ પિઝા ટોસ્ટ જે સ્વાદમાં પણ લાગશે સારુ તો જાણો તેની રેસીપી...

સામગ્રી :-

1 કપ ચીઝ, 1/2 કપ કેપ્સીકમ , 1/4 કપ ટોમેટો ચીલી સોસ, ટામેટા, 1 ડુંગળી, 1 લીલું મરચું, 5 બ્રેડ સ્લાઈસ, સ્વાદ મુજબ મીઠું

બનાવવાની રીત :-

સૌ પ્રથમ, શાકભાજીને ધોઈ લો અને તેના નાના ટુકડા કરો. ત્યાર બાદ નોન-સ્ટીક તવા પર બ્રેડને આછું ટોસ્ટ કરો. બ્રેડ શેકાઈ જાય એટલે સ્લાઈસ પર થોડી ચટણી લગાવો. ત્યાર બાદ તેના પર ચીઝનું લેયર કરો, શાકભાજી ઉમેરો અને મસાલા છાંટો. છેલ્લે મીઠું સાથે ચીઝ અને ઓરેગાનો ઉમેરો. બાકીના સ્લાઇસેસ સાથેઉમેરો કરો અને તેને ઓવન અથવા તવી પર કૂક કરો તો રીતે પીઝા ટોસ્ટ તૈયાર છે. બાળકોને સોસ અથવા ચટણી સાથે સર્વ કરો....

Next Story