Connect Gujarat
વાનગીઓ 

સવારના નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર પનીર પરાઠા બનાવો, જાણી લો બનાવવાની સરળ રીત....

પનીર પરાઠા નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. પનીર પરાઠા બનાવવા એક દમ સરળ છે. પનીર પરાઠા એક એવો નાસ્તો છે

સવારના નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર પનીર પરાઠા બનાવો, જાણી લો બનાવવાની સરળ રીત....
X

પનીર પરાઠા નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. પનીર પરાઠા બનાવવા એક દમ સરળ છે. પનીર પરાઠા એક એવો નાસ્તો છે જે સરળતાથી બની જાય છે. અને ખાવાની પણ મજા આવે છે. પ્રોટીનથી ભરપૂર પનીર પરાઠા તમે બાળકોને પણ નાસ્તામાં આપી શકો છો. આ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર હોય છે. આ પરાઠા તમે સોસ દહીં કે ચટણી સાથે ખાઈ શકો છો. તો નોંધી લો પરાઠા બનાવવાની સરળ રીત...

પનીર પરાઠા બનાવવાની સામગ્રી

· 300 ગ્રામ ઘઉનો લોટ

· 200 ગ્રામ પનીર

· 1 ચમચી ધાણાજીરું

· લાલ મરચું

· ઘી અને માખણ જરૂર મુજબ

· કોથમીર

· સ્વાદાનુસાર મીઠું

પનીર પરાઠા બનાવવાની રીત

· પનીર પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ ઘઉનો લોટ છાળીને એક થાળમાં લઈ લો.

· પછી આ લોટમાં અડધી ચમચી મીઠું અને ઘી નાખીને બરાબર મિક્સ કરો.

· ખાસ એ ધ્યાન રાખો કે આ લોટને બાંધતી વખતે તમારે હૂંફાળા પાણીનો ઉપયોગ કરવાનો છે.

· હવે પાણી થોડું હુંફાળું કરી લો. થોડું થોડું એડ કરીને લોટ બાંધતા જાવ

· આ લોટ થોડો કઠણ રાખવાનો છે સાવ રોટલી જેવો બાંધવાનો નથી.

· હવે આ લોટને 10 થી 15 મિનિટ ઢાંકીને મૂકી દો.

· હવે સ્ટ્ફિંગની તૈયારી કરો.

· સ્ટ્ફિંગ બનાવવા માટે એક બાઉલમાં ક્રશ કરેલું પનીર લો.

· હવે તેમાં ક્રશ કરેલું આદું, કોથમીર, ધાણાજીરું, લાલ મરચું, અને મીઠું મિક્સ કરો.

· ત્યાર બાદ તેમાં લીલા મરચાં એડ કરો અને બરાબર મિશ્રણને હળવી લો.

· હવે લોટના લૂઆ વાળો. આ લૂઆમાંથી નાના ગોળ પરાઠા વાળો અને વચ્ચે આ સ્ટ્ફિંગ ભરી દો.

· હવે તેને ચારે બાજુથી વાળીને ફરીથી પરાઠા વળી લો.

· એક નોનસ્ટિક તવી ગરમ કરો.

· તવી ગરમ થઈ જાય પછી પરાઠા ને બંને બાજુ શેકી લો.

· પરાઠા બંને બાજુ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને શેકો.

· હવે તેને એક પેટમાં કાઢી લો. તો તૈયાર છે તમારા પનીર પરાઠા

· આ પરાઠાને તમે દહીં, સોસ કે ચટણી સાથે ખાઈ શકો છો.

Next Story