/connect-gujarat/media/post_banners/5e3bc7e368ba493907a005928d4dd8afb9f005f6f531fe63d7a9ebd0ba4640cd.webp)
ખાસ કરીને અપડે બપોરના ભોજનમાં અથવા કોઈ મહેમાન આવે ત્યારે અપડે કઇંક વાનગી બનાવતા હોઈએ છીએ, ત્યારે ખાસ કરીને ટેસ્ટી અને હેલ્ધી જમવાનું પસંદ કરતાં હોઈએ અને મહેમાનોને પણ પણ આપણે એ જ રીતે પીરસતા હોઈએ છીએ, પરંતુ વાત કરીએ પ્રોટીનથી ભરપૂર વાનગીની તો તે છે રાજમા એક હેલ્ધી અને ટેસ્ટી લંચ અને ડિનર વિકલ્પ છે, પરંતુ તેને ટેસ્ટી બનાવવા માટે ખૂબ જ તેલની જરૂર પડે છે, જો તમે પણ આવું વિચારતા હોવ તો આજે આપણે જાણીશું તેલ વગર રાજમા બનાવવાની રીત.
સામગ્રી :-
1 કપ બાફેલા રાજમા, 2 ડુંગળી, 2 ટામેટાં, 1 લીલા મરચાં, 1 ચમચી લસણ-આદુની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કસુરી મેથી, 1 ચમચી શેકેલા ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી હળદર પાવડર , 1 ટીસ્પૂન જીરું પાવડર, કાળા મરીના 5 થી 6 દાણા, લીલા ધાણા-1 ચમચી, લીંબુ-1
રાજમા બનાવવાની રીત :-
સૌ પ્રથમ કૂકરમાં તેલને બદલે એકથી બે ચમચી પાણી ઉમેરો.ત્યાર બાદ ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, લસણ-આદુની પેસ્ટ ઉમેરીને સાંતળો. જો તે તળિયે બર્ન કરવાનું શરૂ કરે છે, તો તમે થોડું વધારે પાણી ઉમેરી શકો છો. જ્યારે તે સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં બાફેલી રાજમા ઉમેરો. ત્યાર બાદ તેમાં હળદર, મીઠું, મરચું, લીલું મરચું નાખીને મસાલાને બરાબર મિક્સ કરો. રાજમા ને થોડી વાર આ રીતે શેકો. પછી શેકેલા ચણાનો લોટ, કાળા મરી અને કસ્તુરી મેથીને પીસીને ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરો અને રાજમાને થોડીવાર પકાવો. ત્યાર બાદ ઉપર લીલા ધાણા અને લીંબુનો રસ નાખીને ભાત કે રોટલી સાથે સર્વ કરો.