ઘરે જ બનાવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચણા પાલક ભાત, તો ટ્રાય કરો આ સરળ વાનગી...

આના વિના ઘણા લોકોનું ભોજન અધૂરું રહી જાય છે.

New Update
ઘરે જ બનાવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચણા પાલક ભાત, તો ટ્રાય કરો આ સરળ વાનગી...

દરેકના ઘરે રસોડામાં ચોખાના હોય તેવું બને જ નહીં ,ચોખા ઘણા લોકોનું પ્રિય અનાજ છે. અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં ચોખાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે, અને ચોખામાથી ઘણી બધી વાનગીઓ પણ બનાવાય છે, આના વિના ઘણા લોકોનું ભોજન અધૂરું રહી જાય છે. આવા લોકો તેને ઘણી રીતે પોતાના આહારનો ભાગ બનાવે છે. જો તમે ભાત ખાવાના શોખીન છો અને તેને અલગ રીતે તૈયાર કરવા માંગો છો તો આ વખતે તમે ચણા પાલક રાઇસ ટ્રાય કરી શકો છો.

સામગ્રી :-

1 કપ ચણા (બાફેલા), 1 કપ પાલકની પ્યુરી, 1 કપ ચોખા (પલાળેલા), 2 લીલા મરચા, 1 બારીક સમારેલી ડુંગળી, 2 ચમચી તેલ, 1/2 ચમચી ગરમ મસાલો, 1 તમાલપત્ર, 2 લીલી એલચી, 2 લવિંગ

1 ચમચી ધાણા પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી લીંબુનો રસ

ચણા પાલક રાઇસ બનાવવાની રીત :-

સૌ પ્રથમ, ચણાને ઉકાળો અને બીજી બાજુ, પાલકને ધોઈ અને પીસીને તેની પ્યુરી બનાવો. હવે એક ઊંડા પેનમાં તેલ મૂકવું અને તેમાં જીરું, લવિંગ, એલચી અને તમાલપત્ર ઉમેરો. આ પછી ડુંગળી ઉમેરો અને તેને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી. પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખીને થોડી સેકન્ડ માટે સાંતળો. હવે તેમાં પાલકની પ્યુરી નાખીને થોડીવાર સાંતળો. આ પછી તેમાં બાફેલા ચણા ઉમેરો. હવે તેમાં મીઠું, ધાણા પાવડર અને ગરમ મસાલો નાખીને બધું ફ્રાય કરો. આ પછી તેમાં પલાળેલા ચોખા ઉમેરો અને બધું સાથે મિક્સ કરો. હવે ચોખામાં 3 કપ પાણી ઉમેરો અને તેમાં લીંબુનો રસ ઉમેરો અને મિક્સ કરો. ત્યાર બાદ હવે પેનને ઢાંકણ વડે ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી થવા દો. જો તમે ઇચ્છો તો, તમે તેને પ્રેશર કૂકરમાં બે સીટી વાગે ત્યાં સુધી રાંધી શકો છો. ભોજનમાં ચટણી અને રાયતા સાથે સ્વાદિષ્ટ ગરમ પુલાવ સર્વ કરો.

Latest Stories