ઉનાળામાં ઘરે જ બનાવો ટેસ્ટી કાજુ બદામ કુલ્ફી, બાળકોને પણ ખૂબ ભાવશે...

ઉનાળામાં કુલ્ફી ખાવી એ એક અલગ જ અનુભવ છે,

New Update
ઉનાળામાં ઘરે જ બનાવો ટેસ્ટી કાજુ બદામ કુલ્ફી, બાળકોને પણ ખૂબ ભાવશે...

ઉનાળાની ઋતુમાં કંઈ ને કંઈ ઠંડુ ખાવાનું મન થતું હોય છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં ઠંડાપીણાં, આઇસ ક્રીમ, રસ , શ્રીખંડ વગેરે અને ફળની વાત કરીએ તો તરબૂચ, શક્કરટેટી વધુ ખવાય છે, તો આવી જ એક વાનગી છે કાજુ બદામ કુલ્ફી. ઉનાળામાં કુલ્ફી ખાવી એ એક અલગ જ અનુભવ છે, તેથી ઘરે કાજુ બદામ કુલ્ફી બનાવી શકો છો. તમે તેને બાળકો સાથે પણ બનાવી શકો છો, જેથી તેઓ તેને ખાવામાં વધુ આનંદ અનુભવે. તો ચાલો તેને બનાવવાની સરળ રીત જાણીએ.

સામગ્રી :-

25 કાજુ, 500 મિલી દૂધ, 1/4 ચમચી પીસી લીલી એલચી, 25 બદામ, 10 ચમચી ગોળ 3 ચમચી ઘાટું ક્રીમ

બનાવવાની રીત :-

સૌ પ્રથમ બદામ, કાજુ અને હેવી ક્રીમને એકસાથે પીસીને ઝીણી પેસ્ટ બનાવો. ત્યાર બાદ દૂધ ઉકાળો અને તેમાં ડ્રાયફ્રુટની પેસ્ટ ઉમેરો. અને સારી રીતે મિક્સ કરો અને 15 મિનિટ સુધી ઉકળવા દો. તેમાં ગોળ, એલચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેને કુલ્ફીના મોલ્ડમાં રેડી દો. જ્યાં સુધી તે સંપૂર્ણપણે સેટ ન થાય ત્યાં સુધી તેને સ્થિર થવા દો. સંપૂર્ણ સેટ થઈ જાય એટલે તેને મોલ્ડમાંથી કાઢીને સર્વ કરો.

Latest Stories