આ રેસિપીથી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ડુંગળીનું અથાણું , જેને ખાવાની મજા થશે બમણી...

તે ખોરાકની મસાલેદારતા અને સ્વાદ વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે.

New Update
આ રેસિપીથી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ડુંગળીનું અથાણું , જેને ખાવાની મજા થશે બમણી...

દરેક ભારતીય રસોડામાં ડુંગળી અને લસણતો જોવા મળે જ છે. ડુંગળીનો ઉપયોગ દરેક શાકભાજીમાં થાય છે. તે ખોરાકની મસાલેદારતા અને સ્વાદ વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે. ડુંગળી ખાલી સ્વાદ માટે જ નહીં પરંતુ તે સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે, દરેકના ઘરે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ એટ્લે જાત જાતના અથાણાં બનાવતા હોય છે, આવી સ્થિતિમાં, આજે તેનું સ્વાદિષ્ટ અથાણું બનાવવાની રીત જાણીએ, જેને તમે રોટલી કે પરાઠા સાથે પણ સ્વાદિષ્ટ રીતે ખાઈ શકશો. તે બનાવવું પણ ખૂબ જ સરળ છે, તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના તેની પદ્ધતિ જાણીએ.

સામગ્રી: :-

નાની ડુંગળી - 500 ગ્રામ, સરસવ પાવડર - 5 ચમચી, લાલ મરચું પાવડર – 2 ચમચી, હળદર પાવડર - 1 ચમચી, સૂકી કેરીનો પાવડર- 2 ચમચી, તેલ - અડધો કપ, લીંબુ – 2, કાળું મીઠું - અડધી ચમચી, મીઠું - 2-4 ચમચી

બનાવવાની રીત :-

સૌપ્રથમ ડુંગળી લો, તેની છાલ કાઢી તેના નાના ટુકડા કરી લો. હવે તેમાં મીઠું અને લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો. આ પછી તેને 4 થી 6 કલાક માટે બાજુ પર રાખો. ત્યાર બાદ હવે એક એરટાઈટ ગ્લાસ કન્ટેનર લો, અને તેમાં તેલ, લાલ મરચું પાવડર, સૂકી કેરી પાવડર અને અન્ય મસાલા ઉમેરો. અને હવે તેમાં બાકીનો લીંબુનો રસ, થોડું તેલ અને મીઠું ઉમેરો. આ બરણીને બંધ કરો અને તેને ઉપર અને નીચે ખસેડીને સારી રીતે મિક્સ કરો. હવે તેને બંધ કરો અને ઓછામાં ઓછા 10 દિવસ માટે બાજુ પર રાખો , તો 10 દિવસ પછી તમારું સ્વાદિષ્ટ અથાણું તૈયાર થઈ જશે.

Latest Stories