Connect Gujarat
વાનગીઓ 

વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી પકોડા, ફેંકવા નહીં પડે..વરસાદમાં ખાવાની મજા આવશે

વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી પકોડા, ફેંકવા નહીં પડે..વરસાદમાં ખાવાની મજા આવશે
X

ભારતીય ભોજન ભાત વગર અધૂરું છે. આ કારણે દરેક લોકોના ઘરમાં દાળ-ભાત બનતા હોય છે. ભાતમાં તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. દાળ-ભાત ના ખાધા હોય તો જાણે જમવામાં કંઇ મજા નથી આવી એવું લાગતુ હોય છે. પરંતુ ઘણી વાર એવુ બનતુ હોય છે કે ભાત વધતા હોય છે. આ વધેલા ભાતને ફેંકવાનો વારો આવે છે, પરંતુ તમે વધેલા ભાતમાંથી મસ્ત પકોડા બનાવી શકો છો. આ પકોડા ખાસ કરીને ચોમાસામાં ખાવાની બહુ મજા આવે છે. તો તમે પણ નોંધી લો રીત અને ફટાફટ વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી પકોડા.

પકોડા બનાવવાની સામગ્રી

· 1 કપ ભાત

· એક કપ બેસન

· એક ચમચી કટ કરેલા લીલા મરચા

· કોથમીર

· આદુ

· અજમો

· લાલ મરચુ

· તળવા માટે તેલ

· સ્વાદાનુંસાર મીઠું

પકોડા બનાવવાની રીત

· વધેલા ભાતમાંથી ટેસ્ટી પકોડા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં બેસન લો.

· આ બેસનમાં થોડુ પાણી નાખીને ખીરુ તૈયાર કરી લો.

· આ બેસનમાં વધેલા ભાત નાખો અને મિક્સ કરો. ખાસ ધ્યાન રાખો કે ભાતના ગઠ્ઠા ના પડે અને એકરસ થઇ જાય.

· આ બેસનમાં લાલ મરચુ, ધાણાજીરું, ચાટ મસાલો, અજમો, ચપટી હળદર અને સ્વાદાનુંસાર મીઠું નાખીને મિક્સ કરી લો.

· પછી આ ખીરાને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

· ત્યારબાદ આ ખીરામાં લીલા મરચા, કોથમીર અને આદુની પેસ્ટ તેમજ ઝીણું સમારેલુ આદુ નાખો.

· તળવા માટે તેલ ગરમ કરવા માટે મુકો.

· તેલ ગરમ થઇ જાય એટલે આ ખીરામાંથી પકોડા ઉતારો.

· પકોડા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

· ત્યારબાદ આ પકોડાને એક પ્લેટમાં લઇ લો.

· તો તૈયાર છે વધેલા ભાતમાંથી ટેસ્ટી પકોડા.

· આ પકોડા તમે સોસ તેમજ લીલી ચટણી સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે.

· આ પકોડા સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે.

· ખાસ કરીને આ પકોડા ચોમાસાની સિઝનમાં ખાવાની મજા આવે છે.વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી પકોડા, ફેંકવા નહીં પડે..વરસાદમાં ખાવાની મજા આવશે

· આ પકોડાનું ખીરુ પાતળુ ના થઇ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે.

Next Story