Connect Gujarat
વાનગીઓ 

ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે ચોખાના લોટમાંથી બનાવો આ ટેસ્ટી પુરી...

આ નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. બાળકો હોય કે મોટા, દરેકને આ પુરી ભાવશે.

ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે ચોખાના લોટમાંથી બનાવો આ ટેસ્ટી પુરી...
X

ઘણી વખત સવારના નાસ્તામાં વિચારતા હોઈએ કે શું બનાવવું અને તેમાય બાળકોને પણ નાસ્તામાં ભાવે તેવું બનાવવામાં આવે તો તે તરત જ ખાઈ લે છે, અને ખાસ સવારમાં પૂરી, થેપલા, ભાખરી, પૌઆ બનાવતા હોઈએ છીએ પરંતુ આજે આપણે બનાવીશું ચોખાના લોટમાંથી બનેલી સ્વાદિષ્ટ પુરી. આ નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. બાળકો હોય કે મોટા, દરેકને આ પુરી ભાવશે.

સામગ્રી:

ચોખાનો લોટ - 1 વાટકી, મરચાંના ટુકડા - ½ ટીસ્પૂન, શેકેલું જીરું પાવડર - ½ ટીસ્પૂન, તેલ - 2 ચમચી, પાણી - દોઢ વાડકી, કસુરી મેથી - 1 ટીસ્પૂન, મીઠું - સ્વાદ મુજબ, ચાટ મસાલો - 1 ચમચી, તેલ - પુરી તળવા માટે.

ચોખાના લોટની પૂરી :-

- ગેસ પર તવાને ગરમ કરવા મૂકો અને તેમાં દોઢ વાડકી પાણી ઉમેરો. તેમાં ચીલી ફ્લેક્સ, શેકેલું જીરું પાઉડર, કસૂરી મેથી, મીઠું, ચાટ મસાલો અને થોડુ તેલ નાખીને ઉકળે ત્યાં સુધી પકાવો.

- પાણી ઉકળે એટલે તેમાં ચોખાનો લોટ થોડો-થોડો ઉમેરો. ચોખાનો લોટ ઉમેરો અને હલાવતા સમયે બરાબર મિક્સ કરો. થોડા સમય પછી ચોખાનો લોટ પાણીને શોષી લેશે.

- જ્યારે બધુ જ પાણી સુકાઈ જાય તો ગેસ બંધ કરી દો અને તેને એક વાસણમાં કાઢી લો અને ઠંડુ થવા માટે રાખો.

- તે ઠંડુ થયા બાદ તેને સારી રીતે મેશ કરીને નરમ કરી લેવાનું છે. ધ્યાન રાખો કે લોટ સંપૂર્ણપણે ઠંડુ ન થાય. ચોખાના લોટને લગભગ 3 થી 4 મિનિટ સુધી મસળી લો.

- ત્યાર બાદ આ લોટમાંથી નાના-નાના બોલ્સ તૈયાર કરો. થોડો સૂકો લોટ ઉમેરો અને આ બોલ્સને રોલ કરી અને ગોળ વણો.

-પેનમાં તેલ મૂકીને બરાબર ગરમ કરો અને પછી તેમાં આ પુરીઓને તળી લો.

- ચટણી અથવા ચા સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Next Story