Connect Gujarat
વાનગીઓ 

ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ અને મસાલેદાર મેગીની ભેળ

ભેળ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, કારણ કે ભેળ એ એવી વાનગી છે જે બધી ઉમરના લોકો ખાવાનું પસંદ કરતાં હોય છે

ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ અને મસાલેદાર મેગીની ભેળ
X

ભેળ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, કારણ કે ભેળ એ એવી વાનગી છે જે બધી ઉમરના લોકો ખાવાનું પસંદ કરતાં હોય છે, જે બહાર હોય કે ઘરે બનાવેલી હોય. અને બીજી તરફ ભેળમાં પણ મમરાની ભેળ, ફરાળી ભેળ, અને આ મેગી ભેળ જે ઘરે જ સરળતાથી તેને બનાવી શકાય છે. તો આવો જાણીએ વાનગી વિશે...

મેગી ભેળ બનાવવા માટેની સામગ્રી :-

1 પેકેટ મેગી, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, ટામેટા, લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું,

મેગી ભેળ બનાવવા માટેની રીત :-

સૌપ્રથમ મેગીને મિક્સીમાં બારીક પીસી લો. અને હવે પેનમાં તેલ ગરમ કરો. તેમાં મેગી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. હવે એક બાઉલમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં અને કોથમીર નાખો. તેમાં શેકેલી મગફળી, લીંબુનો રસ, ચાટ મસાલો અને મેગી ઉમેરો અને મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તેને સેવ સાથે સર્વ કરી શકો છો. આ રીતે ઘરે જ બનાવો આ સરળ વાનગી...ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ અને મસાલેદાર મેગીની ભેળ

Next Story