લસ્સીને મોટાભાગના લોકો ઉનાળામાં પીવાનું ખૂબ પસંદ કરે છે. આમ જોવા જઈએ તો, લસ્સીનો ખરો ચસ્કો તો ઉનાળામાં જ લાગે છે.

લસ્સી એક એવું પીણું છે કે જે શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે સાથે તાજગીનો અહેસાસ પણ આપે છે. ટૂંકમાં જોઈએ તો, લસ્સી ગરમીથી થોડી રાહત આપે છે....

New Update

લસ્સી એક એવું પીણું છે કે જે શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે સાથે તાજગીનો અહેસાસ પણ આપે છે. ટૂંકમાં જોઈએ તો, લસ્સી ગરમીથી થોડી રાહત આપે છે. તો ચાલો જાણીએ, ઉનાળામાં તમે ઘરે બેઠા કઈ 5 લસ્સી બનાવી શકો છો.

મેંગો લસ્સી:

Advertisment

કેરી ફળોનો રાજા છે. તેની રાહ દરેક વ્યક્તિ ઉનાળાની ઋતુમાં જોવે છે. તમે ઘરે બેઠા મેંગો શેક તો બનાવી શકો છો અને હા, આના સિવાય તમે મેંગો લસ્સી પણ બનાવી શકો છો. મેંગો લસ્સી બનાવવા માટે પાક્કી કેરી, દહીં, ખાંડ અને પાણીને બ્લેન્ડરમાં ભેળવી દો અને પછી તેને ફુદીનાના પાન અથવા ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી નાખો. આ સાથે જ તમારી મેંગો લસ્સી તૈયાર છે.

ફુદીનાની લસ્સી:

દહીં અને ફુદીનો બંને શરીરને ઠંડક આપે છે અને બીજું કે, પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફુદીનાની લસ્સી બનાવવા માટે બ્લેન્ડરમાં દહીં, સૂકા ફુદીનાના પાન અને જીરું પાવડર ઉમેરો. ત્યારબાદ તેને એક ગ્લાસમાં નિકાળો અને તેમાં બરફના ટુકડા નાખો. ગાર્નિશિંગ માટે ફુદીનાના પાન અને જીરું પાવડરનો ઉપયોગ કરો.

ગુલાબ લસ્સી:

ગુલાબ લસ્સી બનાવવા માટે એક બાઉલમાં દહીં નાખો અને પછી તેને હેન્ડ બ્લેન્ડરથી સારી રીતે ફેટી લો અને પછી તેમાં પાણી ઉમેરો. હવે તેમાં ગુલાબજળ અને ગુલાબની પાંખડીઓ નાખો. તેને ઠંડુ થવા માટે 1-2 કલાક માટે ફ્રિજમાં રાખો. ત્યારબાદ તેમાં રૂહફઝા ઉમેરો અને ગ્લાસમાં સર્વ કરી નાખો.

બનાના વોલનટ લસ્સી:

બનાના વોલનટ લસ્સી બનાવવા માટે બ્લેન્ડરમાં દહીં અને તલ, અખરોટ, મધ અને કેળા ઉમેરો. હવે તેને બ્લેન્ડ કરો, ત્યારબાદ તમે જોશો કે લસ્સીનું ટેક્સચર ક્રીમી અને સ્મૂધ બનશે. હવે તૈયાર કરેલી લસ્સીને ગ્લાસમાં રેડો અને તેમાં સમારેલા અખરોટ ઉમેરી દો. આ સાથે જ તમારી બનાના વોલનટની લસ્સી તૈયાર છે.

સ્ટ્રોબેરી લસ્સી:

સ્ટ્રોબેરી લસ્સી બનાવવી ખૂબ જ સરળ છે. સ્ટ્રોબેરી લસ્સી બનાવવા માટે સ્ટ્રોબેરી, દહીં, પાણી અને ખાંડને બ્લેન્ડરમાં ભેળવી દો પછી તેમાં બરફના ટુકડા નાખો. આ સાથે જ તમારી સ્ટ્રોબેરી લસ્સી તૈયાર છે.

Advertisment
Latest Stories