Connect Gujarat
વાનગીઓ 

પપૈયાનો હલવો સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે ખૂબ પૌષ્ટિક પણ છે, જાણો તેને બનાવવાની સરળ રેસિપી.

તમે ઘણા પ્રકારના હલવા ખાધા હશે, રવાનો હલવો, પાઈનેપલ હલવો,

પપૈયાનો હલવો સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે ખૂબ પૌષ્ટિક પણ છે, જાણો તેને બનાવવાની સરળ રેસિપી.
X

ભારતીય ઘરોમાં મીઠાઈનું નામ પડે અથવા તો ખાવાનું મન થાય એટ્લે તરત જ હલવો યાદ આવે છે. તમે ઘણા પ્રકારના હલવા ખાધા હશે, રવાનો હલવો, પાઈનેપલ હલવો, પરંતુ આજે આ રેસિપીમાં અમે તમને પપૈયાનો હલવો બનાવવાની રીત જણાવીશું. તમને જણાવી દઈએ કે, તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેને ખાવાથી તમારી પાચનક્રિયા પણ સુધરે છે. તો ચાલો તેને બનાવવાની સરળ રીત.

સામગ્રી :-

પપૈયું (પાકેલું) -1, દૂધ - 1/2 લિટર, ખાંડ - 1/2 કપ, ડ્રાયફ્રૂટ્સ - 1 ચમચી, એલચી પાવડર - 1/4 ચમચી, દેશી ઘી - 2 ચમચી

પપૈયાનો હલવો બનાવવાની રીત :-

સૌથી પહેલા પાકેલા પપૈયાની છાલ કાઢી, તેને બાજુ પર રાખો અને પપૈયાના મોટા ટુકડા કરી લો. ત્યાર બાદ હવે એક જાડું તળિયું લો, તેમાં ઘી નાખીને ગરમ કરો. આ પછી, પેનમાં પપૈયાના ટુકડા ઉમેરો અને તેને ધીમી આંચ પર 5 મિનિટ માટે શેકો. હવે કડાઈમાં દૂધ નાખો અને સતત હલાવતા રહો. આ પછી, જ્યારે દૂધ સંપૂર્ણપણે સુકાઈ જાય, ત્યારે હલવામાં એલચી પાવડર અને બારીક સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. અને જો ઘી ઓછું હોય અથવા હલવો તવા પર ચોંટી જાય તો તમે થોડું વધારે ઘી ઉમેરી શકો છો. હલવા માંથી બધુ પાણી સુકાઈ જાય એટલે ગેસ ની ફ્લેમ બંધ કરી દો.તો તૈયાર છે ટેસ્ટી પપૈયાનો હલવો. તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

Next Story