પંજાબી સ્ટાઈલમાં બનાવો સ્વાદિષ્ટ આલુ પરાઠા, બાળકોના દાઢે વળગશે

ભારતમાં દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાંથી પંજાબમાં પણ જુદાં-જુદાં પ્રકારના પરોઠા બનાવવામાં આવે છે. 

New Update
paratha009

ત્યારે પંજાબી સ્ટાઈલમાં આલુ પરાઠા બનાવી શકો છો.

મોટાભાગના લોકોને પરાઠા ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે નાના બાળકોથી લઈ બધા જ લોકોને આલુ પરાઠા ખાવાનું પસંદ હોય છે. તો આજે પંજાબી સ્ટાઈલમાં કેવી રીતે સરળતાથી પરાઠા બનાવી શકાય તે જાણીશું.

આલુ પરાઠા બનાવવા માટે બાફેલા બટાકા, ડુંગળી, મરચાં, લસણ, મીઠું,આદું, લીલા ધાણા, લીંબુનો રસ, ચાટ મસાલો, પાણી, તેલ,ઘી અથવા બટર સહિતની સામગ્રીની જરુર પડશે.

આલુ પરાઠા બનાવવા માટે સૌથી પ્રથમ એક મોટા હાઉલમાં બાફેલા બટાકાને મેશ કરી લો. તેમાં કાપેલી ડુંગળી, લીલા મરચાં - લસણ, આદુની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. તેમજ ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે એક વાસણમાં લોટ ચાળીને લો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરી લોટ બાંધી લો.

ત્યારબાદ બટાકાના મિશ્રણના નાના ગોળા બનાવી લો. હવે લોટમાંથી રોટલી વણી તેમાં બટાકાનો માવો મુકી પરોઠો વણી લો. ત્યારબાદ એક તવા પર બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાર સુધી શેકીલો.
 
તમે આલુ પરાઠાને નાસ્તામાં અથવા ડીનરમાં પણ ખાઈ શકો છો. તેમજ બાળકોને ટિફીનમાં પણ તમે આપી શકો છો.