ઘરે એક વાર ટ્રાય કરો ડુંગળીની ચટણી, આ રહી સરળ રેસિપી

ભારતીય વાનગીઓને ડુંગળી ઉમેરવાથી વધારે સ્વાદિષ્ટ બને છે. તો આજે અમે તમને ડુંગળીની ચટણી ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય તેને રીત જણાવીશું.

New Update
,khh

ભારતીય વાનગીઓને ડુંગળી ઉમેરવાથી વધારે સ્વાદિષ્ટ બને છે. તો આજે અમે તમને ડુંગળીની ચટણી ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય તેને રીત જણાવીશું.

Advertisment

ડુંગળીની ચટણી ઘરે સરળતાથી બનાવી શકાય છે. ડુંગળીની ચટણી બનાવવા માટે ડુંગળી, લાલ મરચા, લસણ, આમલી, ગોળ, મીઠું, તેલ, હળદર, રાઈ, અડદની દાળ, મીઠા લીમડાના પાન ,હીંગ સહિતની વસ્તુઓની જરુરત પડશે.

હવે ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. ત્યાર બાદ તેમાં રાઈ અને અડદની દાળ ઉમેરો અને સાંતળી લો. ત્યારબાદ તેમાં લસણ અને લાલ મરચું ઉમેરો.

ત્યારબાદ ડુંગળીને કાપી તેમાં ઉમેરો. તેમાં હળદર ઉમેરી બરાબર મિક્સ કરો. આ પછી આમલી અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો.

મિશ્રણને ઠંડુ થવા દો અને પછી તેને મિક્સરમાં પાણી ઉમેરીને પીસી લો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

ત્યાર બાદ એક પેનમાં તેલ લો. તેમાં રાઈ અને હિંગ ઉમેરો. ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરી આ તડકાને ચટણીમાં નાખો. આ ચટણીને તમે ઢોંસા, ઈડલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો.

Advertisment