Connect Gujarat
વાનગીઓ 

સાબુદાણાની ખીર ઉપવાસ માટે છે ખાસ, આ સરળ રીતથી તેને તૈયાર કરો.

નવરાત્રી દરમિયાન મોટાભાગના લોકો ઉપવાસ કરે છે.

સાબુદાણાની ખીર ઉપવાસ માટે છે ખાસ, આ સરળ રીતથી તેને તૈયાર કરો.
X

આ ઉનાળાની કાળઝાળ ગરમી અને સાથે સાથે ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે, ત્યારે નવરાત્રી દરમિયાન મોટાભાગના લોકો ઉપવાસ કરે છે અને દેવી દુર્ગાની પૂજા અર્ચના કરે છે. આ સમય દરમિયાન, જો તમે પણ ફ્રૂટ ડાયટ માટે સારો વિકલ્પ શોધી રહ્યા છો, તો આજે અમે તમારા માટે સાબુદાણાની ખીરની સરળ રેસિપી લઈને આવ્યા છીએ. જે હેલ્ધી પણ છે અને લાંબા સેમી સુધી પેટ ભરેલું પણ રાખે છે.

સામગ્રી :-

1/2 કપ સાબુદાણા, 4 કપ દૂધ, 4 ચમચી ખાંડ, 1/4 ચમચી એલચી પાવડર, 1/2 કપ પાણી, સૂકા ફળો

બનાવવાની રીત :-

સૌથી પહેલા સાબુદાણાને પાણીમાં ધોઈને ગાળી લો. ત્યારબાદ સાબુદાણાને 3 કલાક જેવુ પાણીમાં પલાળી રાખો. તે લગભગ તમામ પાણીને શોષી લેશે અને પલળી જશે. હવે મધ્યમ તાપ પર એક ભારે તળિયાવાળા પેનમાં દૂધ ગરમ કરો, દૂધ ઉકળે એટલે તેમાં પલાળેલા સાબુદાણા નાખો.

તેમને અર્ધપારદર્શક અને નરમ ન થાય ત્યાં સુધી લગભગ 10-15 મિનિટ સુધી પાકવા દો, અને તેને સતત હલાવતા રહો તેથી તે પેનમાં ચોટી ના જાય. પછી તેમાં ખાંડ ઉમેરીને ઓગળવા દો. અને ત્યાર બાદ તેમાં એલચી પાવડર ઉમેરો. દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. 5-7 મિનિટ પછી ફ્લેમ બંધ કરો અને તૈયાર કરેલી સાબુદાણાની ખીરને સર્વિંગ બાઉલમાં નાખો. તેને ઝીણી સમારેલી બદામથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

Next Story